Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પ્રાણીઓ માટે જીવનદાતા બનતું બ્લડ ડોનેશન: રક્તદાન થકી શ્વાનનું અમૂલ્ય જીવન બચાવતા ડો. કૃણાલ

Share

પ્રાણીઓ માટે જીવનદાતા બનતું બ્લડ ડોનેશન: રક્તદાન થકી શ્વાનનું અમૂલ્ય જીવન બચાવતા ડો. કૃણાલ

ભરૂચમાં પાલતુ પ્રાણીઓ પ્રત્યે સેવાભાવી ડોક્ટર દ્વારા એક શ્વાનને ગંભીર સ્થિતિમાંથી બ્લડ ડોનેશન દ્વારા નવું જીવન અર્પણ કર્યું છે, આ સમગ્ર ઘટના પેટ ક્લિનિકમાં લાવવામાં આવેલા એક શ્વાનની ડો. કુણાલ લેવા એ જણાવી છે.

Advertisement

પેટ ક્લિનિકના ડોક્ટરે જણાવ્યું કે અમારા ક્લિનિકમાં એક પાલતુ શ્વાનને ગંભીર સ્થિતિમાં લાવવામાં આવ્યો હતો. આ બીમારીને ગંભીર એનીમિયા કહી શકાય છે , ગંભીર સ્થિતિમાં અહીં આવેલા પેટની તબિયત એકાએક બગડી હતી તેને તાત્કાલિક રક્ત સંચારની આવશ્યકતા હતી, આથી ડો. કૃણાલ અને ડો. હિમાલી તુરંત જ અન્ય સ્વસ્થ શ્વાનનું રક્ત મેળવી શ્વાનને તેમનું બ્લડ ડોનેટ કર્યું હતું. બ્લડ ટ્રાન્સફર થતાની સાથે જ દર્દીસ્વાનની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, આ સમગ્ર કામગીરી ડો. કૃણાલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી, દર્દી સ્વાનની બોડીમાં રક્ત સંચાર થતા ની સાથે જ ધીમે ધીમે તેની તબિયત સુધરી અને તેનું હિમોગ્લોબીન નું લેવલ વધી ગયું હતું અમુક કલાકોની સુચારું જાળવણી બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ હાલ તેનું હિમોગ્લોબીન 8% પર પહોંચી ચૂક્યું છે અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ અને નોર્મલ જીવન જીવી રહ્યું છે.

આ સમગ્ર ઘટના એ સાબિત કર્યું છે, કે રક્તદાન માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ જીવનદાન બની શકે છે , જીવ દયા પ્રેમીઓનું કહેવું છે, કે આપણે મળીને આ રીતે કામ કરીએ તો અબોલ- મૂંગા પ્રાણીઓ માટે પણ ઉત્તમ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરી શકાય છે, અહીં સમગ્ર કામગીરી ડો. કૃણાલ અને ડો. હિમાલી એ કરી હતી, આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત પ્રકાશમાં આવ્યો છે , સમગ્ર કામગીરી પેટ ક્લિનિકમાં કરવામાં આવી હતી, અને શ્વાનને સંપૂર્ણ સ્વસ્થ બનાવવામાં આવ્યું હતું, કામગીરી થી જીવદયા પ્રેમીઓમાં પણ ઉત્સાહ ની લાગણી પ્રસરી જવા પામી હતી.


Share

Related posts

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

ProudOfGujarat

ખેડા જિલ્લાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!