દહેજ ભરૂચ હાઇ-વે પર દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડતી પોલીસ
ભરૂચ જિલ્લામાં દહેજ પોલીસ સર્વેલંન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. વાળાની સુચના થી સર્વલંન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિહ દલપતસિંહને બાતમી મળેલ કે દહેજ ભરૂચ હાઇવે ઉપર સુવા ચોકડી નજીક એક શકશ ઇન્દ્રજીત સુખહારી ચૌધરી જાતે હિન્દુ રહે કટાર કલા થાના મોહનિયા જિલ્લો કાઈમુર બિહાર હો ય તે પોતાના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનો તમંચો અગ્નિસસ્ત્ર હથિયાર પોતાની સાથે રાખેલ છે તેણે શરીરે બ્લુશર્ટ પહેરેલ છે, તથા જીન્સ પેન્ટ પહેરેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે જગ્યા પર જઈ પોલીસ તપાસ કરતા વર્ણન અને બાતમી વાળો શખ્સ મળી આવ્યો હોય જેની જડતી તપાસ કરતાં તેની પાસેથી એક દેશી હાથ બનાવટ નો તમંચો નંગ એક તથા જીવતા કાર્ટૂન્સ નંગ 2 મળી આવ્યા હોય જેથી પોલીસે આ શખ્સને હથિયાર બાબતે પૂછતાછ કરતા જણાવ્યું કે પોતે હથિયાર રાખવાનો શોખ ધરાવતો હોય પોતાના વતન બિહાર ખાતેથી લાવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું આથી પોલીસે ધી આર્મસ એક્ટ 1959ની કલમ 25 (1- બી), એ તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.