ભરૂચ પાનોલીના ઘરફોડ ચોરીના 3 આરોપીને 1.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
ભરૂચ જિલ્લામાં પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાકરોલ ગામમાં થયેલ ચોરી ના આરોપીઓને બાતમીના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી લઇ રૂ.1.83 લાખથી વધુ નો મુદ્દા માલ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કબજે કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર ભરૂચમાં બનતી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જુદી જુદી ટીમ કાર્યશીલ હોય , જેમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તાજેતરમાં બનેલ રૂ.1.83 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની સૂચના આપેલી હોય જે સૂચના અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. એમ.પી. વાળા તેમજ આર. કે. તોરાણી સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન બાતમી મળેલ કે વાલિયા ચોકડી ખાતે અગાઉ મકાનમાં ઘરફોડ ચોરીના આરોપીઓ શંકાસ્પદ હાલતમાં અવરજવર કરતા હોય જે ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચની ટીમે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લઇ તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા આરોપી (1) ઉમેદ દયાળભાઈ બગડીયા રહે. કોઠી ફળિયુ ઝાડેશ્વર ભરૂચ (2) ચેતન વનકેસર નિજમાં રહે. ડોડીયા ખડકી શુકલતીર્થ ગામ ભરૂચ (ચોરીનો માલ લેના તથા (3) અનિલ વીરજી માળી રહે. શક્તિનગર સોસાયટી ઝાડેશ્વર ભરૂચ (ચોરીનો માલ લેનાર) ભાંગી પડેલ હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સમક્ષ અંકલેશ્વરમાં સવારના આશરે 10:30 વાગ્યા ના અરસામાં વાસ્તુ વિલાસ સોસાયટીમાં એક મકાનમાંથી કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરેલી હોય જે આરોપી ભાગેડું રવિ ઇન્દ્રસિંહ રાજ ને આપેલ હોય તેમ જ ભરૂચમાં પાંચબત્તી પાસે આવેલ વન કેસર નીજમ ના ને રોકડ રકમ રૂપિયા 25000 આપેલ હોય તેમ જ અન્ય દાગીના ભરૂચ જાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સમાં અનિલ વીરજી માળીને રૂપિયા 22,000 માં વેચાણ હશે આપેલ હોવાની હકીકત પોલીસ રૂબરૂ જણાવેલ હોય, પોલીસે ચોરીના અલગ અલગ દાગીના વજન 16.430 કિંમત રૂપિયા 1.15.039-/ તથા ચોરીમાં ગયેલ મોબાઈલ નંબર 1 કિંમત રૂપિયા 10,000 ચોરી કરવામાં વાપરેલ મોટરસાયકલ નંબર GJ- 16-CL 6503 કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1.83.039 નો મુદ્દા માલ કબજે લઈ તમામ આરોપીઓને BNS ની કલમ 305 (એ) 331(3) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આ કેસમાં (4) રવિ ઇન્દ્રસિંહ રાજ રહે. સમશીલા શુકલતીર્થ આ કામગીરીમાં વોન્ટેડ આરોપી હોય જેને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.