Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

Credai Bharuchની પ્રથમ “The Real Estate Expo 2025” ની ભવ્ય સમાપન સમારોહ

Share

Credai Bharuchની પ્રથમ “The Real Estate Expo 2025” ની ભવ્ય સમાપન સમારોહ

Bharuch, 24 ફેબ્રુઆરી 2025 – Credai Bharuchની પ્રથમ “The Real Estate Expo 2025” ભવ્યતા અને સફળતાના શિખરો સર કરી આજે સમાપ્ત થઈ. આ એક્સ્પોનું આયોજન Credai સમિતિ દ્વારા 8 જાન્યુઆરી 2025ના રોજ લેવાયેલા નિર્ણય બાદ થયું હતું. Credai Bharuch Expo સમિતિનું ગઠન Credai Bharuchના અધ્યક્ષ શ્રી રોહિતભાઈ ચડ્ડરવાલા અને પ્રમુખ શ્રી નિશિધભાઈ અગ્રવાલના નેતૃત્વ હેઠળ થયું હતું. આ સાથે પિયુષભાઈ શાહ, જીગ્નેશભાઈ કોરલવાલા, અલ્પેશભાઈ તોલાટ, નિરવભાઈ શાહ, કૃણાલસિંહ દાયમા, કૌશિકભાઈ સોલંકી, જીગરભાઈ ભાલોદવાલા અને અન્ય Credai Bharuchના સભ્યો તેમજ Four Ace Communicationનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.

Advertisement

આ એક્સ્પો માટે 50 દિવસના અવિરત પરિશ્રમ સાથે 500થી વધુ કુશળ એક્સપર્ટ દ્વારા 50+ સ્ટૉલ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. 22 થી 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન Dudhdhara Dairy Ground, College Road, Bharuch ખાતે 10,000 થી વધુ મુલાકાતીઓએ આ એક્સ્પોનો આનંદ માણ્યો.

22મી ફેબ્રુઆરીએ એક્સ્પોનું ઉદ્ઘાટન રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરુણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રીના
હસ્તે અને શ્રી ગૌરાંગભાઈ મકવાણા (IAS), શ્રી મારુતિસિંહ એટોદરિયા, શ્રી એન. આર. ધાંધલ (RAC) ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન દિવસે અઘોરી મ્યુઝિક દ્વારા ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાયું.

23મી ફેબ્રુઆરીએ લાઈવ ક્રિકેટ મેચ અને IIID સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જે બહોળા પ્રમાણમાં લોકપ્રિય બન્યું.

24મી ફેબ્રુઆરીએ સમાપન સમારંભે વિજેતાઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર, LED TV, મોબાઇલ ફોન વગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા. તમામ પ્રદર્શકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિશાળ કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી અને રાહુલ પ્રજાપતિ ના લાઈવ કોન્સર્ટ સાથે સમારંભ સંપૂર્ણ થયો.

Bharuchના લોકો અને મુલાકાતીઓ જર્મન A.C. ડોમ, આકર્ષક સ્ટૉલ્સ, સારું સંચાલન, જાહેર સુવિધાઓ, સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા અને એકંદર આયોજનથી ખૂબ પ્રભાવિત થયા.

આગામી આયોજન અંગે પૂછતા Credai Bharuchના પ્રમુખ શ્રી નિશિધભાઈ અગ્રવાલે જણાવ્યું કે, “ટીમ Credai” Bharuch વિકાસ માટે Vision ૨૦૩૦ પ્રેઝન્ટેશન તૈયાર કરશે અને ભવિષ્યમાં આવા વધુ ઇવેન્ટ્સનું આયોજન કરી Bharuchના તમામ ડેવલપર્સને Credai Bharuchમાં જોડાવાની અપીલ કરશે.


Share

Related posts

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં કમ્પાઉન્ડમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં નેશનલ પ્લાઝા બિલ્ડિંગમાં ફાયર સેફટી ન હોવાથી સીલ કરાયું.

ProudOfGujarat

બે દિવસ પુર્વે ઘોઘાગેટ પાસેથી ચોરી થયેલ એક્સેસ સ્કુટર ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને સ્કુટર સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!