ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ 59 આસામીઓ સમક્ષ દંડ તથા કાયદેસર કાર્યવાહી કરતી sog પોલીસ
ભરૂચ જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ ચેકિંગ કોમ્બિંગ કામગીરી દરમિયાન સ્ક્રેપ ના ગોડાઉન ચેકિંગ દરમિયાન જાહેરનામાના ભંગ કરનાર 59 આસામીઓ સમક્ષ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં ચોરી લૂંટ, મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર વિવિધ પોલીસ મથકને સૂચનો આપવામાં આવ્યા હોય, જે સૂચનો અનુસાર અલગ અલગ 10 ટીમ બનાવી અંકલેશ્વર વિસ્તારમાં આવેલ
એસઓજી ભરુચ, એલસીબી ભરુચ, અંકલેશ્વર જીઆઇડીસી, અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન ,અંકલેશ્વર રૂરલ અને પાનોલી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર અંકલેશ્વરમાં આવેલ અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉન તથા સ્ક્રેપ નો ધંધો કરતા શખ્સોની સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી જે ચેકિંગ દરમિયાન સ્ક્રેપ ગોડાઉન જગ્યા ભાડા કરાર નહીં કરનાર વ્યક્તિઓ સામે જાહેરનામાના ભંગ બદલ 50 કેસ તથા B- રોલ મુજબ 25 કેસ અને બીએનએનએસ કુલ 9 આસામીઓ સમક્ષ જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આગામી સમયમાં ગંભીર પ્રકારના બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ આ બાબતે સઘન પ્રયત્નશીલ છે.