Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જુના તવરા ખાતે થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 4ની અટકાયત કરતી સીટી સી ડિવિઝન પોલીસ*

Share

*જુના તવરા ખાતે થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 4ની અટકાયત કરતી સીટી સી ડિવિઝન પોલીસ*

ભરૂચ જિલ્લાના જુના તવરા ખાતે સત્યનારાયણ મંદિર ની બાજુમાં ઘરમાંથી સોનાના દાગીના ની ચોરી કરનાર શખ્સને બાતમીના આધારે શહેર સી ડિવિઝન પોલીસે મુદ્દા માલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા માં મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના અનુસાર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વિવિધ ટીમ કાર્યરત હોય જે દરમિયાન સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ રશ્મિકાબેન નટવરભાઈ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તા.12 ના રોજ રાત્રે 10 વાગ્યા પછી તેઓ ના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવી હોય, જે ફરિયાદના આધારે સીટીસી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોય તે દરમિયાન સર્વલંન્સ ટીમના માણસોને બાતમી મળેલ કે જૂના તવરા ગામની ચોરીમાં સંડોવાયેલ સેક્સ ઝાડેશ્વર ચોકડી તરફ આવે છે, જે ચોક્કસ બાતમીના આધારે સીટી સી ડિવિઝન પોલીસે વોચમાં રહી હીરો હોન્ડા પેશન પર આવનાર સત્યનારાયણ મંદિરની બાજુમાં આવેલ બંધ મકાનમાંથી તેણે સોનાના દાગીના ની ચોરી કરેલ હોય તે બાબતે પૂછપરછ કરતા તે દાગીના તેણે અંબિયા નામના શખ્સને વેચાણ અર્થે આપ્યા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી, ગુનાના કામે તમામ મુદ્દામાલ તથા રોકડ રકમ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ હોય, આ ચોરીના ગુનામાં (1) ચિંતન હસમુખભાઈ ગોહિલ રહે. ધર્મશાળા ફળિયુ જુના તળાવ ભરૂચ (2) અંબિયા અલી અબ્દુલ રસીદ શેખ રહે. આલી દિગીવાડ એમ. જી. રોડ ભરૂચ (3) સંજય મોહનલાલ સોની રહે. મકાન નંબર 1 રાજલક્ષ્મી બંગલોઝ ચામુંડા મંદિર પાસે ભરૂચ, (4) સુમિત ભેરુમલ ચોકસી રહે. મકાન નંબર બી 43 સંત કૃપા સોસાયટી આઈનોક્સ ની સામે ભરૂચ તમામ શખ્સોને પોલીસે ઝડપી લઇ આરોપીઓ પાસેથી સોનાની રણી નંગ 2 વજન 35.02 ગ્રામ કિંમત રૂ. 2 ,24, 750-/ hero honda passion pro મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે 16,80,5863-/ કિંમત ₹15,000 મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000 રોકડ રકમ 1 36 330 મળી કુલ રૂ.3,86,080-/ નો મુદ્દા માલ કબજે લઈ ભરૂચ શહેર સીટી સી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305 (એ) 331 (4) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ સંરક્ષણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પત્રકાર એકતા સંગઠન–ગુજરાતની ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

ProudOfGujarat

ભરૂચ માં  ઠેર ઠેર પરશુરામ જયંતીની થયેલ ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!