*ભરૂચ તેમજ છોટાઉદેપુરના ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લઇ અનડિટેક્ટ ગુનો શોધી કાઢતી દહેજ પોલીસ*
ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામ તેમજ છોટાઉદેપુર જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી તથા સમગ્ર ગુજરાતના આઠ થી નવ જિલ્લાઓમાં જુદા જુદા મકાનોને નિશાન બનાવી ચોરી કરેલ જે આરોપી વડોદરા ગ્રામ્યના વાઘોડિયા પોલીસ સ્ટેશન નાસતા ફરતા આરોપીને દહેજ પોલીસે વણશોધેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી કલ્પેશ બચુભાઈ પરમાર ધંધો. ખેતી રહે. કંબોઇ નિશાળ ફળિયુ લીમખેડા, દાહોદ , સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ અમરેલી, મહેસાણા, દાહોદ, જુનાગઢ, ખેડા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર સહિતની જગ્યાઓ પર અલગ અલગ જિલ્લામાં રહેણાંક મકાન વિસ્તારમાં જઈ મકાનને નિશાન બનાવી પોતાના માથાના ભાગે ટોપી તથા ચશ્મા અને મોઢા ના ભાગે રૂમાલ વડે પોતાનો ચહેરો છુપાવી ચોરી કરવા સારું નક્કી કરેલ રહેણાંક મકાનની રેકી કરી દરવાજાના નકુજાને તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ તિજોરી તેમજ કીમતી વસ્તુરાખવાના વસ્તુઓના લોક તોડી તેમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી કરવાનો એમ. ઓ. ધરાવે છે.
આરોપી કલ્પેશ પરમાર દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામમાં આવેલ મિલેનિયમ માર્કેટમાં આવેલ એક રહેણાક મકાનમાં પ્રવેશ કરી મોડસ ઓપરેન્ડી પોતાની ચોરી કરવાની દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી અલગ અલગ સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત કુલ રૂપિયા 18,97,200-/ નો મુદ્દા માલ ચોરી કર્યો હોય આ ગુનાની તપાસ ભરૂચ પોલીસ કરતી હોય જે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપેલ જે મુજબ દહેજ પોલીસ આરોપીની તપાસમાં હતી તે સમયે બાતમી મળેલ કે જોલવા ગામમાં ચોરી કરેલા નાસતા ફરતા આરોપી લીમખેડા દાહોદ પોતાના વતન કંબોઈ ખાતે હાજર હોય પોલીસે આરોપીને દાહોદ ખાતેથી ઝડપી પાડ્યો હોય, તેની પૂછપરછ કરતા સમગ્ર ગુજરાતના 8થી 9 જિલ્લામાં ચોરી કર્યા ની કબુલાત આરોપી કલ્પેશ પરમારએ પોલીસ સમક્ષ આપી હતી, આરોપીને ઝડપી લઇ અટકાયત કરી દહેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.