ભરૂચમાં 25મો વિનામૂલ્ય પ્લાસ્ટિક સર્જરીનો કેમ્પ
ભરૂચમાં શ્રીમતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના નામાંકિત અનુભવી ડોક્ટરો દ્વારા આગામી શનિ – રવિના રોજ વિનામૂલ્યે પ્લાસ્ટિક સર્જરીના 25 માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચમાં શ્રી મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના નામાંકિત અને અનુભવી પ્લાસ્ટિક સર્જરીના પ્રોફેસર ડો.પિ.કે. બિલવાણી એમ. એસ. એમસી એચ (પ્લાસ્ટિક સર્જરી) અને ડોક્ટર કેતન પરમાર એમ.એચ.એમસી.એચ (પ્લાસ્ટિક સર્જરી) ભરૂચ ખાતે ડો. એચ. એચ. ગઢવી, રૂષભ સર્જીકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પલેક્ષ સ્ટેશન રોડ ખાતે તા. 8/ 2/ 2025 શનિવાર અને તા. 9/ 2/ 2025 રવિવારે સવારે 11:00 વાગ્યાથી નિ:શુલ્ક પોતાની સેવાઓ આપશે, આ કેમ્પમાં જન્મજાત ખોડ, જોડાયેલી આંગળીઓ, કપાયેલા હોઠ , દાજવાથી ખોડની સારવાર, ચહેરા પર કોઈપણ જાતના ડાઘને દૂર કરવાની સર્જરી (કોસ્મેટીક સર્જરી) ના કાન સુડોળ કરવાની સર્જરી તેમજ અન્ય કોઈપણ સર્જરી કરી આપવામાં આવશે, આ કેમ્પમાં નામ નોંધાવવા માટે (1) ડો. એચ એચ ગઢવી ઋષભ સર્જીકલ હોસ્પિટલ સ્ટેશન પાસે, ફોન નંબર 02642- 24018 (2) ડો.ધવલ બારોટ પ્રકૃતિ મેડિકલ સ્ટોર, 5 કુંજ રેસિડેન્ટ પ્લાઝા આઈનોક્સ સામે ઝાડેશ્વર ભરૂચ, મો. નં. 9879225953 (3) ડો. મોહસીન પાલેજવાલા લકી મેન્શન, મહંમદપુરા ભરૂચ મો. નં. 9824190474 પર સંપર્ક કરવો, આ કેમ્પનો વધુને વધુ લોકો લાભ લે તેવો મોતીલાલ જાદવ ચેરીટેબલ ટ્રસ્ટનો આશય છે.