*કદવાલી બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડતી રાજ પાલડી પોલીસ*
ભરૂચ જિલ્લામાં દારૂના બુટલેગરો બેફામ બન્યા હોય, જેને ડામવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર દારૂ- બિયરનું વેચાણ કરતા જિલ્લાના બુટલેગરો પર વોચ તપાસ રાખી રાજપારડી પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક્સ અક્ષને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજપારડી પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.ડી. ગોહિલના માર્ગદર્શન મુજબ રાજપારડી પોલીસ પેટ્રોલિંગ માં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે વિશાલ ચીમન વસાવા કદવાલી બસ સ્ટેન્ડ પાસે ચા- નાસ્તાની દુકાનની પાછળના ભાગે ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો હોય જે વિદેશી દારૂના જથ્થા નું તે વેચાણ કરતો હોય જે ચોક્કસ બાતમીના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમી વાળી જગ્યા પર તલાસી લેતા રૂ. 49, 048-/ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રાજપારડી પોલીસને મળી આવ્યો હોય તેમ જ મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 5,000 સહિત કુલ રૂપિયા 54,048-/ નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે, તથા બનાવ સ્થળ પરથી આરોપી અજય રમણ વસાવા રહે નિશાળ ફળિયુ બલેશ્વર ઝઘડિયા જીલ્લો ભરૂચ ને રંગે હાથે ઝડપી પાડ્યો હોય, અન્ય એક આરોપી પોલીસ રેડ દરમિયાન નાસી છૂટ્યો હોય વિશાલ ચીમન વસાવા રહે. કદવાલી તાલુકો જગડીયા જીલ્લો ભરૂચ ને ઝડપી પાડવા રાજપારડી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.