સત્તાધારી ભાજપાના નેતાની ઓફીસ અને વિરોધ પક્ષના કોંગ્રેસના નેતાની ઓફિસનો તુલનાત્મક અભિગમ: એક અમીર બીજો ગરીબ
ભરૂચ નગરપાલિકાની લગભગ દરેક સામાન્ય સભામાં વિરોધ પક્ષના એવા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તેમના નેતાના ઓફીસ અંગે બિન અસરકારક રીતે ગણગણાટ કરી છે.
ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસે વજૂદ ગુમાવી દીધું છે તેમાં બે મત નથી ત્યારે આવા ત્રણ ટર્મ બાદ શાસક પક્ષનાં નેતા અને વિરોધ પક્ષાના નેતાની ઓફીસ વચ્ચેનો તફાવત જાણીએ
સૌ પ્રથમ તો શાસક પક્ષ એટેલે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકાની નેતાની ઓફિસમાં એ.સી અને પંખા હોવાના લીધે વાતાવરણ ઠંડુ છે એટલું જ નહિ આ ઓફિસમાં શુશોભિત કલર કરવામાં આવેલ છે. ૩૦૦ સ્કેવર ફિટ જેટલા વિસ્તારમાં આ ઓફીસ આવેલ છે ત્યારે વિપક્ષ એટેલે કે ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસનાં નેતા ની ઓફીસ કેવી છી ?? તે અંગેની વિગતો જોતા ઓફીસના નામે નાની સરખી ઓરડી આપવામાં આવેલ છે જેમાં જુના પુરાના બે ટેબલ અને બે ત્રણ ખુરશીઓ જર્જરિત હાલતમાં છે કલર કરાવાયો નથી એટલું જ નહિ પરંતુ કોંગ્રેસનાં ભરૂચ નગરપાલિકાની નેતાની ઓફીસ માં લાઈટ શાખાના સાધનો મૂકી ઓફિસમાં દબાણ કરવામાં આવે છે તેમ છતાં કોઈ અગમ્ય કારણોસર કોંગ્રેસના નેતાઓએ ચુપ્પી સાધી છે આ કારણો અંગે લોક ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસની ભૂમિકા ભરૂચ નગરપાલિકા ખાતે ખુબ મહત્વની છે જ્યારે ભાજપા સત્તાના નશામાં બે બાપ બની જાય અને ગમે તેવા નિર્ણયો લેવામાં આવે ત્યારે કોંગ્રેસ તેની લગામ ખેંચી પ્રજાનો અવાજ બની લોકશાહિનું જતન કરે છે. એ જ રીતે ભાજપ સત્તાધારે પક્ષ વિપક્ષ પર મનોવૈજ્ઞાનિક દબાણ કરી તેમના અવાજ રૂંધાઇ તેવા પ્રયાસો કરી રહી છે.