*ગણેશ સુગરમાં તાત્કાલિક ચૂંટણીનું આયોજન કરવા મુખ્યમંત્રીને માંગ કરતા પૂર્વ ચેરમેન સંદીપ સિંહ માંગરોલા*
ભરૂચ ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં છેલ્લા વર્ષો કરતા પીલાણા ની ક્ષમતા ખૂબ નીચી પહોંચી જતા તેમજ વટારીયાની કમિટી ને ગેરકાયદેસર રીતે ત્રણ વર્ષથી ચાલુ રાખવામાં આવી છે, જે કો- ઓપરેટિવ સોસાયટીના એક્ટ અનુસાર ગેરલાયક હોય તે સહિતના મુદ્દા પર ગણેશ સુગરના પૂર્વ ચેરમેન તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ સિંહ માંગરોલા એ વિરોધ પ્રદર્શિત કરતા આગામી સમયમાં ગણેશ સુગરમાં ચૂંટણીનું આયોજન કરી કાયદેસર કામગીરી કરવા મુખ્યમંત્રી તેમજ સહકાર મંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ લેખિત આવેદન પત્રમાં ગણેશ સુગરના પૂર્વ ચેરમેને જણાવ્યું છે કે, ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વટારિયા ની કસ્ટોડિયન કમિટીને ગેરકાયદેસર રીતે ચાલુ રાખવામાં આવી છે, નીતિ નિયમો અનુસાર ગુજરાત કો- ઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 ની કલમ 74ડી મુજબ આ કમિટીની મુદ્દત માત્ર એક વર્ષ માટેની જ હોય છે, તેમ છતાં સતત ત્રણ વર્ષથી આ કસ્ટોડિયન કમિટી ચાલુ રાખવામાં આવેલ છે, ઉપરાંત ગણેશ સુગરના હોદ્દેદારો પર પર આક્ષેપક કરતા તેઓએ જણાવ્યું છે કે સંસ્થાના વહીવટમાં ભારે ગરબડ જોવા મળી છે, સંસ્થાના અનેક ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કે પીલાણ ક્ષમતા 7 લાખ ટન હોવા છતાં પ્રતિ વર્ષ પીલાણા ક્ષમતા સતત ઘટતી જાય છે આ વર્ષે સીઝનમાં પીલાણો માત્ર 2 લાખ ટન સુધી પહોંચી જતા ભારે ચિંતાનો વિષય છે, તેમ ખેડૂતોએ જણાવ્યું છે ઉપરાંત આ વર્ષે ગણેશ સુગરની રિકવરી માત્ર 8% ટકા ની આસપાસ રહી છે, જે અત્યંત કહી શકાય છે ગણેશ સુગર માટે આ તમામ બાબતો અત્યંત ચિંતાજનક વિષય છે.
ગણેશ સુગરના સંચાલકો અવારનવાર કાયદાકીય ઉલ્લંઘન કરતા હોય તે સહિતના આક્ષેપો એક આવેદનમાં પૂર્વ ચેરમેનને કર્યા છે તેમજ વધુમાં જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી કસ્ટોડિયન કમિટીને દૂર કરી કાયદેસર ગણેશ સુગરમાં ચૂંટણીનું આયોજન કરવું જોઈએ અને મંડળીની કાર્યક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે પૂર્વ ચેરમેને સરકાર સમક્ષ માંગ કરેલ છે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ મર્યાદિત સમયગાળામાં ચૂંટણીનું આયોજન કરવું જોઈએ તેવો ન્યાયિત ચુકાદો આપવામાં આવ્યો છે આથી ગણેશ સુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા એ તાત્કાલિક અસરથી ગણેશ સુગરમાં ચૂંટણીનું આયોજન થાય તે સહિતના મુદ્દા ઉપર મુખ્યમંત્રી અને સહકાર મંત્રી સમક્ષ માંગ કરેલ છે.