બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય આવી ચુક્યો છે : ડો.તોગડીયા
તા.2 જાન્યુઆરી, સુરત : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ પ્રયાગરાજ મહાકુંભના ઉપલખયમા આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. દેશ અને વિદેશમાં હિન્દૂ સમાજની સ્થિતિ વિષે તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. હાલમાં જ બાંગ્લાદેશ ખાતે કરવામાં આવેલા હિન્દૂ સમાજ પર કરવામાં આવેલા અધમ હુમલાઓ વિષે કરાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ હવે બાંગ્લાદેશ પર લાલ આંખ કરવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું હતું.
આગામી 14મી જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે શરૂ થનારા મહાકુંભ પર્વમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા તીર્થયાત્રીઓ માટે કરવામાં આવનારી સેવાઓના સંદર્ભમાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે 15 સ્થાનો પર 1 કરોડથી વધુ યાત્રિકો માટે ભોજન, પ્રતિ દિન 1થી 1.5 લાખ યાત્રિકો માટે ચા ની સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. 1 લાખથી વધુ ગરમ ધાબળાઓ માટે કંબલ બેંક, 500 સ્થાન પર મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ , 100 સ્થાનો પર ગરમ પાણીની સેવાઓ યાત્રિકો માટે પુરી પાડવામાં આવશે.
વેળુમાં ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આંતર રાષ્ટ્રીય પરિષદ દ્વારા દેશના પ્રત્યેક ગામડે – ગામડે તેમજ શહેરોમાં ગલીએ ગલીએ હનુમાન ચાલીસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે તેમજ આ કેન્દ્રો પર દર શનિવારે સામુહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. આ કેન્દ્રોના માધ્યમથી ત્યાં રહેતા આસપાસના સો, બસ્સો કે પાંચસો હિન્દૂ કુટુંબોના સવાઁગીણ વિકાસ તેમજ સુરક્ષા કરવામાં આવશે. આ દેશમાં હિન્દુઓની બહુમતી જળવાઈ રહે તે માટે કાયદા દ્વારા અને જરૂર પડે તો દંડા દ્વારા પણ કામગીરી કરવામાં આવશે.
ઉપરોક્ત પત્રકાર પરિષદમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના સુરત મહાનગરના ઉપાધ્યક્ષ જોગેન્દ્રભાઈ સહાની, વર્ષોથી હિન્દૂ સમાજની સેવામાં કાર્યરત ગઢડાના વાલેરાભાઈ , વિવિધ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
…સુરત