વાંકલ ના ધોળીકુઈ પાટિયા નજીક ખેતર માંથી ભ્રુણ મળ્યું
માંગરોળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
વાંકલ:: માંગરોળ તાલુકાના વાંકલ થી મોસાલી તરફ જતા ધોળીકુઈ પાટિયા થી અંદાજે 100મીટર ના અંતરે થી ભ્રુણ ખેતર માંથી મળતાં ચકચાર મચી જવા પામી છે. સાંજના સમયે પાંચ છ વાગ્યા ના અરસામાં ખેતર માં ફૂલ અગરબત્તી જોતા ખેતર માલિકે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનસ્થળે પહોંચી હતી.ભ્રુણ બહાર કાઢ્યું હતું. લોકોને જાણ થતાં જોવા માટે ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.માંગરોળ પોલીસે ભ્રુણ નો કબજો લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement