Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કપડવંજના સાવલી પાટીયા પાસેથી રૂ. ૪.૧૮ લાખની ચાઈનીઝ દોરી સાથે બે ઈસમો ઝડપાયા

Share

કપડવંજના સાવલી પાટીયા પાસેથી રૂ. ૪.૧૮ લાખની ચાઈનીઝ દોરી સાથે બે ઈસમો ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

Advertisement

કપડવંજ ગ્રામ્ય પોલીસે સાવલી પાટીયા પાસેથી આઈસર ટ્રકમાં લઈ જવાતો રૂપિયા ૪.૧૮ લાખના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા છે. ચાઈનીઝ દોરી અને વાહન મળી કુલ રૂપિયા ૧૧.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કપડવંજ ગ્રામ્ય પોલીસે કપડવંજ તાલુકાના સાવલી પાટીયા નજીકથી કપડવંજ તરફ આવતી આઈસર ટ્રક ને શંકાના આધારે ઉભી રાખી ચાલક અને સાઈડમાં બેઠેલા ઈસમની પુછપરછ કરતા પોતાના નામ મહંમદસિદકી સીરાજમીયા મલેક (રહે.સધાણા, જમાલપુર, તા.માતર) અને મોહસીનખાન અનવરખાન પઠાણ (રહે. ભાલેજ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આઈસર ટ્રકની તલાસી લેતા આઈસર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ પ્લાસ્ટિક દોરીના ૧૬૭૪ ફીરકા કિંમત રૂપિયા ૪ લાખ ૧૮ હજાર ૫૦૦ સાથે ઉપરોક્ત બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં ગુનામાં વપરાયેલ વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૧ લાખ ૨૮ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : આમોદ તાલુકાના કોલવણા ગામની ફાતેમાએ હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું…

ProudOfGujarat

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટીને અનુલક્ષીને “NAMO THON” યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં વધુ એક કાર ચાલકે પૂર ઝડપે ગાડી હંકારતા અકસ્માત સર્જાયો હતો જોકે લાઈટનો પોલ વાંકો વળી ગયો હતો કાર સવારોને નાની મોટી ઈજા પહોંચી હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!