*ભરૂચના વાલીયા માંથી 90 હજારના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલસીબી પોલીસ*
ભરૂચ જિલ્લામાં વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચંદેરીયા ગામમાંથી બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જુદી જુદી ટીમ દારૂ જુગારની પ્રવૃત્તિને અટકાવવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન એલસીબી પી.આઇ. એમ.પી. વાળાને ખાનગી રહે બાતમી મળેલ કે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચંદરિયા ગામે ફળિયામાં રહેતા યોગેશ વસાવા એ તેમના ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને સંતાડી રાખ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ હાથ ધરતા યોગેશ ભાઈલાલ વસાવા રહે ચંદેરીયા ટેકરા તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ તેના ઘરે પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 372 કિંમત રૂપિયા 90,240 નો મુદ્દા માલ મળી આવ્યો હોય એલસીબી પોલીસે પ્રતિબંધિત દારૂના જથ્થાને ઝડપી લઇ આરોપી યોગેશભાઈ લાલ વસાવા રહે ચંદેરીયા ટેકરા તાલુકો વાલીયા જીલ્લો ભરૂચ ને ઝડપી પાડ્યો છે વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કર્યો છે અન્ય બે વોન્ટેડ આરોપી દેવરાજ સનાભાઇ વસાવા , રાજેશ બંનેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરેલ છે.