બરોડા બીએનપી પારિબા એએમસીએ તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બરોડા બીએનપી પારિબા ચિલ્ડ્રન્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 5 ડિસેમ્બર, 2024 – બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે (બરોડા બીએનપી પારિબા એએમસી) બરોડા બીએનપી પારિબા ચિલ્ડ્રન્સ ફંડની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) લોન્ચ કરી છે. માતા-પિતાને તેમના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે મદદરૂપ થવા માટે ડિઝાઇન કરાયેલી આ એક સોલ્યુશન તરફી લક્ષ્યાંક આધારિત, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. આ સોલ્યુશન તરફી ફંડ 6 ડિસેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 20 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. સ્કીમ નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇન્ન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવી છે અને શ્રી પ્રતિશ કૃષ્ણન તેનું મેનેજમેન્ટ સંભાળશે.
બરોડા બીએનપી પારિબાના સીઈઓ શ્રી સુરેશ સોનીએ જણાવ્યું હતું કે “અનેક માતા-પિતાના મનમાં એવા સવાલો ઉઠતા હોય છે કે શું આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે પૂરતા નાણાં બચાવ્યા છે? લક્ષ્યાંક આધારિત સોલ્યુશન સ્કીમ તરીકે આ ફંડ આ સવાલોનું સમાધાન પૂરું પાડે છે. અમારો પ્રયાસ છે કે અમે એક એવો વિશ્વસનીય, વૃદ્ધિ તરફી રોકાણ વિકલ્પ પૂરો પાડીએ જે બાળકની સાથે વિકસે અને માતા-પિતાને તેમના બાળક માટેના સપનાં પૂરા કરવા માટે મદદ કરે.
માતા-પિતા તરીકે આપણે હંમેશા આપણા બાળકો માટે બધું શ્રેષ્ઠ કરવા માંગીએ છે. જોકે શિક્ષણ અને ઇત્તર પ્રવૃત્તિઓની વધી રહેલી કિંમત ખર્ચાળ સાબિત થઈ શકે છે. શિક્ષણનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે ત્યારે પહેલેથી યોજના બનાવવી જરૂરી છે. શિક્ષણની કિંમતમાં ફુગાવો દર વર્ષે 11 ટકાએ વધી રહ્યો છે જે સરેરાશ ફુગાવાના દર કરતાં લગભગ બમણો છે. છેલ્લા 20 વર્ષમાં એમબીએ પ્રોગ્રામ્સ 8 ગણા મોંઘા થઈ ગયા છે.”
શિક્ષણનો વધતો ખર્ચ આજે માતા-પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે. શ્રી સોનીએ ઉમેર્યું હતું કે “અંદાજિત ફુગાવાના દર સાથે એક એન્જિનિયરિંગની રૂ. 6 લાખની ડિગ્રી આગામી 20 વર્ષમાં રૂ. 28 લાખે પહોંચી શકે છે. માતા-પિતા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) અને સાથે સ્ટેપ-અપ વિકલ્પનો લાભ લઈ શકે છે અને તેમના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેના તેમના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે માત્ર રૂ. 9,000નું નિયમિત રોકાણ કરીને સંભવતઃ 20 વર્ષે રૂ. 1 કરોડનું ફંડ ભેગું કરી શકે છે.”
બરોડા બીએનપી પારિબા ચિલ્ડ્રન્સ ફંડ પોર્ટફોલિયોમાં નેટ એસેટ્સના કમસે કમ 80 ટકા રકમનો ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરશે. આના માટે તે વ્યાપક રોકાણ વ્યૂહરચનાનો ઉપયોગ કરશે જેમાં બોટમ-અપ સ્ટોક-પિકિંગ અપ્રોચ સાથે ટોપ-ડાઉન સેક્ટોરલ ફોકસનું મિશ્રણ હશે. આ અભિગમથી ફંડ માર્કેટ કેપ અને સેક્ટર એગ્નોસ્ટિક રહી શકે છે જેનું લક્ષ્ય જોખમનું સંચાલન કરવા સાથે મહત્તમ વળતર મેળવવાનું છે.