લીંબડી રાજકોટ હાઇવે પરથી સર્કિટ હાઉસ નજીકથી 1.32 લાખના દારૂ સાથે 2 લોકો ને પોલીસે ઝડપાયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
લીંબડી હાઈવે પર પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે બાતમી મળી હતી કે આઈસરમાં દારૂનો જથ્થો સંતાડીને અમદાવાદથી રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસ ટીમે લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ નજીક વોચ ગોઠવી બાતમીવાળા વાહનને ઉભું રખાવ્યુ હતું. આઈસર અંદર તપાસ કરતાં માલસામાનની આડમાં છૂપાયેલી દારૂની મોંઘા ભાવની 52 બોટલો મળી આવી હતી. 1.32 લાખના દારૂના જથ્થા સાથે ઝારખંડ રાજ્યના આઈસર ચાલક ભુવનેશ્વર હુલાસ યાદવ અને મહારાષ્ટ્ર રાજ્યનો ક્લીનર કાંતિ પ્રેમચંદ નગરીયાને પકડી પાડ્યા હતા. દારૂ, મોબાઈલ અને વાહન સહિત રૂપિયા 15,97,113નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર