*બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખોટી લૂંટનું તરકટ રચનાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ*
અંકલેશ્વર ખાતે ચાર મહિના અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી તથા કર્મચારીઓએ વાયરો ચોરી લૂંટ તરકટ રચી ખોટી ઉપજવી કાઢેલી ફરિયાદ પોલીસ મથકમાં આપી હોય જે લૂંટના મૂળ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચએ ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જુલાઈ મહિનાની 16 તારીખ ના રોજ રાત્રે બે થી અઢી વાગ્યા ના સમયમાં જૂના દીવા ગામની સીમમાં સેપા વગામાં બુલેટ પ્રોજેક્ટ ચાલુ હોય જેમાં પર સિક્યુરિટી ગાર્ડનની ફરજ પર હાજર ફરિયાદી કોઈ અજાણ્યા ચાર શખ્સો આવીને પકડી રાખી દોરડાથી લીમડા સાથે બાંધી ગેરકાયદેસર રીતે અટકાયત કરી ફરિયાદી નો મોબાઇલ તથા અર્થીંગના કોપરના બે વાયરો મળી કુલ રૂપિયા 236 ફૂટ વાયર કિંમત રૂપિયા 1,81,000 ની ચોરી કરી ગયેલ હોય એ મતલબની ફરિયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ હતી જે મુજબ અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાની ગંભીરતા ને ધ્યાને લઈને એલસીબી ભરૂચની ટીમે ગુના વાળી જગ્યાની વિઝીટ કરી હતી આ જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા અન ડિટેક્ટ ગુનાને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોય, જે ગુનામાં મુખ્ય આરોપી અરવિંદસિંગ મુરલી સિંગ રાજપુત હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા જાણવા મળ્યું કે અમદાવાદ ખાતે જુના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતો હોય આથી એલસીબી પોલીસે અમદાવાદ ખાતે તપાસ લંબાવી અરવિંદસિંગ મુરલીસિંગની અમદાવાદ જુના વાડજ ખાતેથી પૂછપરછ માટે અંકલેશ્વર ઓફિસ ખાતે લઈ આવી યુક્તિ પ્રયુક્તિ થી ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેઓએ એલસીબી પોલીસ સમક્ષ કબુલાત આપી હતી, કે આજથી ચાર મહિના અગાઉ અરવિંદસિંઘ રાજપુત તથા આ ગુનાના અન્ય ફરિયાદીઓ જીતેન્દ્રસિંગ શ્યામ બરણસિંગ તથા ભીમસિંગ રાજપૂત અંકિતસિંગ રાજપુત તથા શિવકાંતસિંગ રાજપુત અંકલેશ્વરના જુના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેઓને રૂપિયા પૈસાની જરૂર હોય જેથી તમામ ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયરો ચોરી કરેલ અને વાયર ચોરી પકડાઈ ન જાય તેથી તેઓએ ભેગા મળી લૂંટ થઈ હોય તેવી ખોટી હકીકત અને બાતમી વાળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હોય આ સમગ્ર તરકટ ચોરીનો બનાવ પકડાય ન જાય તે માટે કરવામાં આવ્યો હતો, આ કામમાં પોલીસે અરવિંદસિંગ મુરલીસિંગ રાજપુત રહે અમદાવાદ મૂળ રહે ઉત્તર પ્રદેશ ને ઝડપી પાડ્યો છે, તેમજ અન્ય વોન્ટેડ ત્રણ આરોપી જીતેન્દ્રસિંગ રાજપુત ભીમસિંગ ઠાકોર અંકિતસિંગ રાજપૂત ઉત્તર પ્રદેશના પરપ્રાંતિય શકશોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.