ભરૂચ મહાશિવરાત્રી પર્વનાં આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હાલ સમગ્ર ભરૂચ જિલ્લામાં મહાશીવરાત્રી પર્વનું વાતાવરણ જણાઈ રહ્યું છે. વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીની વહેલી સવારથી જ ભજન, કીર્તન અને અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નગર ખાતે દાંડિયા બજાર, આચારજી, શક્તિનાથ તેમજ બીજા અનેક વિસ્તારોમાં યુવકો મહાશિવરાત્રી પર્વ અંગે તડામાર તૈયારી કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ભરૂચ જિલ્લામાં મહાશીવરાત્રી પર્વ નિમિત્તે ખુબ મોટા કદના બટાકા અને શક્કરીયા જણાઈ રહ્યા છે મળતી માહિતી પ્રમાણે અન્ય રાજ્યોમાંથી ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર મોટા બટાકાની અને શક્કરીયાની ટ્રકો ઉતારવામાં આવી છે જેનું હાલ વેચાણ થઇ રહ્યું છે.
Advertisement