*નબીપુર નેશનલ હાઇવે નં. 48 પર થી રૂપિયા 50 લાખ થી વધુનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ*
ભરૂચ જિલ્લામાં તાજેતરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ બેફામ વધવા પામી છે, જેના પર રોક લગાવવા માટે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. ટોરાણીના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની એક ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે રૂપિયા 50 લાખ થી વધુ નો દારૂ બિયરનો જથ્થો ઝડપી લઇ ચાર શખ્સો ની અટકાયત કરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસના પી.આઈ. એમ.પી. વાળા તથા આર.કે. ટોરાણી સહિતની ટીમના માર્ગદર્શન મુજબ એલસીબી ની એક ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નેશનલ હાઇવે નંબર 48 નબીપુર નજીક વડોદરા થી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં હોટલ પર રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવેલ છે અને હાલમાં કટીંગની પ્રવૃત્તિ ચાલી રહી છે , જે ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટીમે વર્ણન મુજબ ની જગ્યા પર રેડ પાડતા નેશનલ હાઇવે નંબર 48 નબીપુર નજીક વડોદરા થી ભરૂચ તરફ જતા રોડની બાજુમાં હોટલ પરવાના સામે, ખુલ્લી જગ્યામાં એક ટ્રક નંબર આર.જે. 19 જી.એચ. 7973 તથા છોટા હાથી ટેમ્પો માં ઇંગ્લિશ દારૂની હેરાફેરી નું કટીંગ કરવામાં આવી રહ્યું હતું , જેથી પોલીસે બનાવ સ્થળ પરથી તમામ સાધન સામગ્રી સાથે (1)મહિરામ બાબુભાઈ રહે જોધપુર રાજસ્થાન (2) દીપક જયંતિ પ્રજાપતિ રહે કરજણ વડોદરા (3) દિપક હિંમત વસાવા રહે કરજણ વડોદરા (4) અક્ષય સંજય પાટણવાડીયા રહે કરજણ વડોદરા ને ઝડપી લઇ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ની બોટલ તથા બીયર નંગ 2616 કિંમત રૂપિયા 3,59,244 તથા મોબાઈલ નંગ ચાર કિંમત ₹20,000 ઇકો ગાડી નંબરGj-06 FC-89 42, કિંમત રૂપિયા 3 લાખ , છોટા હાથી ટેમ્પો નંબર GJ- 06- BX- 09 કિંમત રૂપિયા 40 હજાર , ટુ વ્હીલર tvs jupiter નંબર GJ- 16 -DQ- 6331 કિંમત રૂપિયા 40,000 ટ્રક નંબર આર.જે. 19 જી.એચ
. 7973 કિંમત રૂપિયા 15 લાખ ટ્રકમાં ભરેલ મગદાળ બેગ નંગ 567 વજન 250 ક્વિન્ટલ કિંમત રૂપિયા 23, 82, 994 બિલ મુજબ ટ્રકમાં ભરેલ મગની દાળના બિલ નંગ ચાર તથા વજન કાંટા પાવતી નંગ એક સહિતનો કુલ મુદ્દા માલ રૂપિયા 50, 02,238 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરેલ છે, આ કામના અન્ય ત્રણ વોન્ટેડ આરોપી (1) બાબુરામ ચૌધરી રહે રાજસ્થાન (2) વિરેન્દ્ર ઉર્ફે વીરુ વસાવા રહે ભરૂચ (3) સંજય વસાવા રહે. ભરૂચ ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.