Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

શુકલતીર્થના મેળામાં સલામતી ના ભાગરૂપે ટ્રાફિક નિયમન તથા નર્મદા માં સ્નાન ન કરવા સહિતનું પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ*

Share

*શુકલતીર્થના મેળામાં સલામતી ના ભાગરૂપે ટ્રાફિક નિયમન તથા નર્મદા માં સ્નાન ન કરવા સહિતનું પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ*

ભરૂચ જિલ્લામાં આગામી પૂનમના દિવસે શુક્લ તીર્થ ખાતે શુકલેશ્વર મહાદેવ નો કાર્તિકી ધાર્મિક તહેવાર હોય જે નિમિત્તે પ્રતિવર્ષ અહીં મેળો ભરાય છે, અહીં દૂર દૂરથી યાત્રિકો મેળામાં ઉમટી પડે છે ,જેના અનુસંધાને શુકલતીર્થ ખાતે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

Advertisement

આગામી પૂનમના દિવસે ભરૂચ જિલ્લામાં આવેલ શુકલતીર્થ ખાતે મેળો ભરાય છે જે મેળામાં તારીખ 12 /11/ 2024 થી 18/ 11/ 2024 સુધી તીર્થમાં યાત્રિકોનો ભારે ઘસારો રહે છે ,આથી આસપાસના ગામમાંથી આવતા તથા સમગ્ર ગુજરાતમાંથી આવનાર યાત્રિકો ઘણી મોટી સંખ્યામાં અહીં એકત્રિત થતા હોય છે, નર્મદા નદીનું પાણી ઘણું જ ઊંડું હોવાથી નદીના પટમાં પ્રતિબંધિત વિસ્તારોમાં કોઈએ પણ તા. 12 થી 18 સુધી અકસ્માત ન સર્જાય તે માટે કપડાં ધોવા નહીં, ઢોરને નવડાવવા નહીં, જાહેર જનતાએ પોતાની ગાડી કે વાહનો સાફ કરવા નહીં, તેમજ આસપાસમાં આવેલ ચા પાનની દુકાનો રેસ્ટોરન્ટ હોટેલ માં સંપૂર્ણપણે સ્વચ્છતા નું ધોરણ જાળવી રાખવું વાસી ખોરાક નો ઉપયોગ ન કરવો અને કોલેરા ,શીતળા કે પ્લગ થી પીડાતા ચેપી રોગના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ ઇન્જેક્શન લઈને મેળામાં આવવું તે સહિતનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું છે, આ જાહેરનામાના ભંગ બદલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ 1951 ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 33 (1) (એમ) મુજબ દંડની જોગવાઈ કરવામાં આવેલ છે જેની જાહેર જનતાએ તકેદારી રાખવી.

ઉપરાંત શુકલતીર્થ ખાતે પૂનમનો જાહેર મેળો હોય જેમાં આસપાસના સ્ટોલ વાંસ અને બામ્બુ થી બનાવવામાં આવેલ હોય જેના કારણે ગામની હદમાં કોઈપણ વ્યક્તિએ જાહેરમાં દારૂ ગોળા નો ઉપયોગ કરવો નહીં એટલે કે ફટાકડા ફોડવા નહીં તેમજ ભરૂચ જાડેશ્વર ચોકડી થી શુકલતીર્થ સુધીનો માર્ગ જાહેર જનતાની સલામતી માટે વન-વે કરવાનું પણ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે સામાન્ય સંજોગોમાં પણ નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે આથી તા. 12/ 11/ 2024 થી તા.18/ 11/ 2024 સુધી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને લોકોને સરળતાથી શુકલતીર્થ ખાતે જઈ શકાય તે માટે ભરૂચ ઝાડેશ્વર ચોકડી થી શુકલતીર્થ સુધીનો માર્ગ જાહેર જનતાની સલામતી માટે વન-વે કરવામાં આવે છે, ટ્રાફિક નિયમોનું જાહેર જનતાએ યોગ્ય રીતે પાલન અને અમલવારી કરવાની રહેશે ઉપરોક્ત માર્ગ વન-વે જાહેર કરતા વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લ તીર્થ આવનાર વાહનો શુકલતીર્થથી મંગલેશ્વર-નિકોરા- જનોરથી નબીપુર ઓવરબ્રિજ પાસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર થઈને પરત આવી શકશે તેમ જ આ રસ્તા નો ઉપયોગ અવરજવર માટે થઈ શકશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે. ઉપરોક્ત જાહેરનામાનો દરેક વ્યક્તિએ અમલ કરવાનો રહેશે , જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Share

Related posts

સબરસની કમાણી પાંજરાપોળ માં દાન આપવાનો નિર્ણય કરતા ત્રણ કિશોરો જાણો વધુ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે ઇદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ કરણી સેના દ્વારા પોલીસ વિભાગને ગ્રેડ પે માં વધારો આપવા કલેકટર સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!