Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના નોબેલ માર્કેટ ખાતે શિવ શક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડતી એનસીબી પોલીસ*

Share

*અંકલેશ્વરના નોબેલ માર્કેટ ખાતે શિવ શક્તિ ટ્રેડર્સના ગોડાઉનમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડતી એનસીબી પોલીસ*

અંકલેશ્વરમાં પ્રોહીબીટેડ કેશો શોધી કાઢવા માટે એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે દરમિયાન બાતમીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નોબલ માર્કેટમાં એક ગોડાઉનના ઉપરના માળે રૂમમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લઇ રૂપિયા એક લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે.

Advertisement

પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળા અને એલસીબી ભરૂચના માર્ગદર્શન દ્વારા જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમતા શોકશોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપેલ હોય જે સૂચના ને અનુસંધાને એલસીબી પોલીસ પો.સ.ઈ. એમ એમ રાઠોડ ટીમ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી અને હકીકત મળેલ કે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર થી સુરત તરફ જતા રોડની બાજુમાં આવેલ નોબલ માર્કેટમાં અભિમન્યુ સિંગ ઉર્ફે સજ્જનસિંગ ઉપાધ્યાય સિંગ રાજપુત પોતાના કબજા ભોગવટાના શિવ શક્તિ ટ્રેડર્સ ના ગોડાઉનમાં ઓફિસના ઉપરના માળે રૂમમાં અનેક લોકોને ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડતા (1) અભિમન્યુસિંગ ઉર્ફે સર્જન સિંઘ ઉપાધ્યાય સિંગ રાજપૂત રહે ભરૂચ (2) અબ્દુલ વહાબ મનીઆર 39 રહે અંકલેશ્વર (3) શાહ નવાજ ઈકબાલ શેખ ઉંમર વર્ષ 41 રહે અંકલેશ્વર (4)પપ્પુ ફેજુલ્લા કુરેશી 36 અંકલેશ્વર ભરૂચ (5) સુરેન્દ્રસિંહ સતદેવસિંગ 43 રહે ભરૂચ (6)તૈયબ આલમ ખાન 26 રહે (7)ભરૂચ મોહન સતી રામ યાદવ 35 રહે અંકલેશ્વર (8)અમરજીતસિંહ અને (9)અભિમન્યુ સિંગ રાજપુત કાપોદ્રા અંકલેશ્વર (9)પંકજ સિંગ સુમનસિંહ 31 અંકલેશ્વર (10)શંકર સીતારામ સોનેલ ઉમર વર્ષ 29 રહે અંકલેશ્વર ને પોલીસે રેડ દરમિયાન ઝડપી લઇ અંગ જડતી કરતા તથા દાવ ઉપરના રોકડ રૂપિયા 29,500 તથા મોબાઈલ ફોન નંગ 6 કિંમત રૂપિયા 30,000 પત્તાં પાના activa ગાડી નંબર GJ-16-EA-32 48 કિંમત રૂપિયા 40 હજાર તથા બાઈક નંબર DN 4395 કિંમત રૂપિયા 40,000 મળી કુલ રૂપિયા 1, 39,500 ના મુદ્દા માલ સાથે તમામ 10 આરોપીઓને ઝડપી લઇ જુગાર ધરા સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.


Share

Related posts

પાલેજ – વલણ માર્ગ ઉપર સ્વિફ્ટ ડિઝાયર કાર પલ્ટી જતાં કાર ચાલકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજયુ.

ProudOfGujarat

વડોદરાનાં મંજુસર રોડ પર 2 અજાણ્યા ઈસમો દ્ધારા ફાયરિંગ કરી યુવકની હત્યા કરતાં ચકચાર.

ProudOfGujarat

વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં કુલ 63 મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!