Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઠેરઠેર જોવા મળતો થાગડ થીંગડ વાળો ધૂળિયો વિકાસ…

Share

અંકલેશ્વરમાં ઠેરઠેર જોવા મળતો થાગડ થીંગડ વાળો ધૂળિયો વિકાસ…

=> મુખ્ય રસ્તાઓ પર ૩૦૦ થી વધુ થિંગડા મારવામાં આવ્યા તેમ છતાં રસ્તા બિસ્માર…

Advertisement

=> પી.ડબ્લ્યુ.ડી વિભાગના અધિકારીઓ ક્યારે સ્વચ્છ સપાટ રસ્તા આપશે…

વિકાસ, વિકાસ અને વિકાસની જ ગુલબાંગો પોકારીને પોતાના વહીવટની આત્મશ્લાઘા કરતા અંકલેશ્વર નગરપાલિકા કે પછી સરકારના પી.ડબ્લ્યુ.ડી વિભાગના અધિકારીઓ અંકલેશ્વરને થિંગડાવાળો વિકાસ હાલ આપી રહ્યા છે. એક તરફ કોરોનાવાયરસ ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે ત્યારે ધુળીયા રસ્તાઓ પણ એના માટે જવાબદાર બને એવી આશંકા નગરજનોમાં પ્રવર્તી રહી છે.

અંકલેશ્વરમાં ચોમાસાના ભારે વરસાદ બાદ મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં આવી ગયા હતા આ રસ્તા ઉપર પી.ડબ્લ્યુ.ડી વિભાગ દ્વારા કામચલાઉ થિંગડા મારવામાં આવ્યા હતાં. ત્યારે એમ લાગતું હતું કે આ થિંગડા કામચલાઉ હશે પરંતુ હાલ લાગી રહ્યું છે કે કાયમી ધોરણે જ અંકલેશ્વરના વાહનચાલકોના માથે આ થિંગડા લખાયા છે. અંકલેશ્વર મોદીનગરથી લઇ સ્ટેશન વિસ્તાર સુધી અને ત્રણ રસ્તાથી લઇ ઓએનજીસી સુધી ઉપરાંત અંકલેશ્વર દીવા માર્ગ પર ઠેર ઠેર ખાડા પડે છે અને જે તે વિભાગ પછી એ નગરપાલિકા હોય કે પીડબલ્યુડી, કાયમ ત્યાં થિંગડા જ મારતા જોવા મળે છે. અંકલેશ્વરમાં રોજના હજારો વાહનોની નિયમિત અવરજવર વહેલી સવારથી મોડી રાત્રી સુધી ચાલતી હોય છે ત્યારે આ થિંગડા લાંબુ ટકતાં પણ નથી.

હાલ જ રસ્તાઓ જોઈએ તો જ્યાં થિંગડા હતા ત્યાં પણ ખાડા પડી ગયા છે અને નગરપાલિકા કે પી.ડબ્લ્યુ.ડી આ ખાડા પૂરવા જેટલી પણ તસ્દી દાખવતાં નથી. હવે ચોમાસું પણ માંડ ત્રણ મહિના દૂર છે ત્યારે સરવાળે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકની સ્પીડ પણ ઘટી જાય છે જેને લઈને ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ઊભી થાય છે.

અંકલેશ્વર પીડબલ્યુડી વિભાગ આ બાબતે તાત્કાલિક નિર્ણય કરી નગરજનોને સ્વચ્છ અને ખાડા વગરનો કે થીંગડા વગરનો પાકો રસ્તો આપે એવી વ્યાપક લોકમાંગ ઉઠી રહી છે. હવે તો નગરપાલિકામાં પણ નવી બોડીનો નિર્માણ થઇ ચૂક્યું છે ત્યારે આ કામગીરી માટે નગરપાલિકા પણ આગળ આવે એ જરૂરી છે.


Share

Related posts

મહીસાગર જીલ્લા કક્ષાનો પશુ આરોગ્ય મેળો યોજાયો

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયતનું પૂરાત વાળું બજેટ મનજૂર

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધતા 6 મહિનાથી બંધ પાવર હાઉસ ચાલુ કરતા કરોડોની આવક શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!