*અંકલેશ્વરના સેન્ટર પોઇન્ટ સોસાયટી માંથી 8 જુગારીઓને પાંજરે પૂરતી જીઆઇડીસી પોલીસ*
ભરૂચ જિલ્લામાં જુગારની અ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી , તે દરમિયાન બાતમીના આધારે જુગાર રમતા આઠ નેપાળી શખ્સોને ઝડપી લઇ અસરકારક કામગીરી જીઆઇડીસી પોલીસે હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા માં જુગારની પ્રવૃત્તિ બે રોક ટોક વધવા પામી હોય જેના પર અંકુશ લાવવા માટે તાજેતરમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી , જે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી સેન્ટર પોઇન્ટ સોસાયટી ખાતે સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં કેટલાક શખ્સો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે, જે ચોક્કસ બાતમીના આધારે જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ આરએચ વાળા તથા તેની ટીમ દ્વારા સેન્ટર પોઇન્ટ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અંકલેશ્વર જીઆઇડીસી સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાં પોલીસ રેડ પાડતા 1) જનક બહાદુર લાલ બહાદુર બેસ્ટ પશ્ચિમ નેપાળ,
2)અક્કલ બહાદુર જવાનસિંહ નેપાળ, 3) કમલ બહાદુર એસોદેવ નેપાલ, 4) સંતોષ બહાદુર કરન બહાદુર ચંદ હાલ રહે જીઆઇડીસી મૂળ રહે પશ્ચિમનેપાળ, 5)કમલ નંદસિંગ ભાટ , 6) ધનબહાદુર નરબહાદુર ક્ષેત્રિય,, 7) શેર બહાદુર ભવન સિંહ બીસ્ટ સહિતના આઠ નેપાળી શકશો ને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ અને પીઆઇ સહિતની ટીમે જુગાર રમતા ઝડપી લઇ જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.