અંકલેશ્વરથી નાસિક તરફ જતું મહાકાય કન્ટેનર વાલીયા ચોકડી ઓવર બ્રિજ નીચે ફસાતા ટ્રાફિકજામ…
=> ફસાયેલા કન્ટેનરની ટાયરની હવા કાઢીને પોલીસે કન્ટેનરને મુક્તિ અપાવી…
અંકલેશ્વર વાલીયા ઓવરબ્રિજ નીચે અનેકવાર ભારતીય થી ભારે વાહનો ફસાઈ જવાના બનાવો બને છે આવો જ એક બનાવો શુક્રવારના રોજ બન્યો હતો.
પ્રાપ્ત ઘટના સ્થળની માહિતી અનુસાર વડોદરાથી નાસિક તરફ એક મહાકાય કન્ટેનર જઈ રહ્યું હતું ત્યારે નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડી નીચે આ કન્ટેનર પોતાના જ કદને લીધે બ્રિજની નીચે જ ફસાઈ ગયું હતું જેને લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકોઐ લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં સમય વિતાવવો પડ્યો હતો. જોકે પોલીસના જવાનો કન્ટેનરને બહાર કાઢવા દોડી આવ્યા હતા. છેવટે કન્ટેનરના ટાયરોની હવા કાઢીને કન્ટેનરને બહાર કઢાતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા અને કન્ટેનર નાસિક તરફ જવા રવાના થયું હતું.