ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા નવરાત્રિના તહેવારોને અનુલક્ષીને ગુજરાતમાં કાયદો – વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મામલતદારને આવેદન
ગુજરાત રાજ્યમાં મહિલાઓ તેમજ બાળકીઓ સાથે બળાત્કાર અને છેડતી તેમજ ઘરેલુ હિંસા અને હત્યાના વધતા જતા બનાવના પગલે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને આગામી નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને મહિલાઓની સુરક્ષા માટે મામલતદાર ઝઘડિયા સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
આલેખિત પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા અંગે તદ્દન નિષ્ફળ નીકળી છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અને ઘરેલુ હિંસાના કેસો મુજબ દર વર્ષે અંદાજિત 8000 જેટલા કેસો નોંધાય છે, અનેક વખત સામાજિક રીત રિવાજો અને ડરના કારણે લોકો કેશો પણ નોંધાવતા નથી હોતા, ગુજરાતમાં પ્રતિદિન એકંદરે 6 મહિલા સાથે બળાત્કાર થતા હોય છે તેવા અહેવાલો મળ્યા છે મહત્વની વાત તો એ છે કે બળાત્કારના ગુનેગારોમાં કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોવાના કારણે બળાત્કારના કેસો દિન પ્રતિદિન વધતા જાય છે વર્ષ 2020-21 ની વાત કરીએ તો 2076 કેસ નોંધાયા હતા. વર્ષ 2021- 22 માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારના કેસો નોંધાયેલા છે, તેમજ અહીં આ આંકડાઓ પૂર્ણ નથી થતા સામૂહિક બળાત્કાર ના કેસોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે છેલ્લા આંકડા અનુસાર વર્ષ 2023 માં સામૂહિક બળાત્કારના કુલ 36 કેસો નોંધાયેલા છે, ઉપરાંત તાજેતરમાં જ બનેલી ઘટના દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાની તોરણી શાળામાં આચાર્ય દ્વારા 6 વર્ષની બાળકીનો રેપ વિથ મર્ડર કરવામાં આવ્યું ઉપરાંત રાજકોટમાં આટકોટ ખાતે પણ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે આ તમામ આંકડાઓ ક્યાંકને ક્યાંક ગુજરાતમાં આજે પણ મહિલાઓ સુરક્ષિત નથી તેના પુરાવાઓ આપે છે, તેમજ આટકોટ ખાતે વિદ્યાર્થીની ના દુષ્કર્મમાં ભાજપના પદાધિકારીની સંડોવણી પણ ખુલી છે, ઉપરાંત વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં ભાજપના કાર્યકરો દ્વારા પરિણીતા પર બળાત્કાર અને મારી નાખવાની ધમકી સહિતના કેસો નોંધાયેલા છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો અંકલેશ્વર પાસે પાનોલી માં 10 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની બનતી ગુજરાત રાજ્યમાં ઘટનાઓ દ્વારા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે રાજકીય પીઠબડ મળતું હોવાથી આરોપીઓ ભયમુક્ત જીવન ગુજારી રહ્યા છે , આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક અસરથી ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ આજે રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સમયમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને ગુજરાતમાં બળાત્કાર- ખૂન જેવી કોઈ પણ ઘટનાઓ બને નહીં અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.