Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસી માં ખર્ચી થઈ સરદારપુરા માર્ગ ના નવીનીકરણ માટે જીઆઇડીસી એસો. દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત

Share

ઝઘડીયા જીઆઇડીસી માં ખર્ચી થઈ સરદારપુરા માર્ગ ના નવીનીકરણ માટે જીઆઇડીસી એસો. દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત

ભરૂચ ની ઝઘડિયા જીઆઇડીસી માં ખર્ચી થઈ સરદારપુરા જતો 200 મીટર જેટલો માર્ગ અત્યંત બીસ્માર હાલતમાં હોય ઘણા લાંબા સમયથી આ માર્ગમાં કોઈ પણ જાતનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું નથી આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે અમારી જમીન સંપાદિત થઈ ન હોવાથી અહીં માર્ગ બનાવી આપવામાં આવશે નહીં. આ સંદર્ભે ઝઘડિયા જીઆઇડીસી ના હોદ્દેદારો દ્વારા ભરૂચ કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.

Advertisement

આ લેખિત રજૂઆતમાં ઝઘડીયા જીઆઇડીસીના હોદ્દેદારોએ જણાવ્યું છે કે, અમો ઝઘડિયા વિસ્તારના નોટિફાઇડ એરિયામાં ખરચિ થી સરદારપુરા થઈ ઝઘડીયા જીઆઇડીસીમાં અવરજવર કરતા હોય છે, આ માર્ગ ઘણા લાંબા સમયથી બનાવવામાં આવ્યો નથી માર્ગ અને મકાન વિભાગને પણ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે તેમ છતાં આ માર્ગનું નવીનીકરણ કરાયું નથી અંદાજિત દૈનિક અહીંથી 20,000 જેટલા જીઆઇડીસી માં કામકાજ કરતા લોકો અવરજવર કરતા રહે છે આ માર્ગ અત્યંત જુનો માર્ગ છે આપ સાહેબને ધ્યાન દોરીને જણાવવાનું છે કે આ માર્ગ આશરે 70 વર્ષથી વધુ જૂનો માર્ગ છે, અહીંથી અનેક રાહદારીઓ દિવસ દરમિયાન નીકળતા હોય છે તે તમામને આ કાચા રસ્તાથી ભારે હલાકીનો સામનો કરવો પડે છે અમુક ખેડૂતો દ્વારા અહીંથી અવરજવર અટકાવવા માટે માર્ગ નું નવીનીકરણ ન થાય તે માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે ઉપરાંત આ વિસ્તારના ખેડૂતોનું જણાવવું છે કે અમારી જમીનો સંપાદિત કરવામાં આવેલ નથી. અમને જમીન સંપાદનનું વળતરનું ચુકવણું પણ કરાયું નથી આથી આ માર્ગ ખેડૂતો દ્વારા બનાવવા દેવામાં આવશે નહીં તેવી પણ અવારનવાર ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે આથી જીઆઇડીસી ના હોદ્દેદારોએ કલેક્ટર સમક્ષ અંગત રસ લઈ આ માર્ગનું નવીનીકરણ અને નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.


Share

Related posts

ગુજરાતમાં પણ ઓમિક્રોન સબવેરીયન્ટ BF.7 ના શંકાસ્પદ કેસો નોંધાયા, જાણો કેટલા છે કેસો

ProudOfGujarat

ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ચોરોનો ત્રાસ વધ્યો વધુ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 10 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!