દહેજ જીઆઇડીસી માં હવા પાણી પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ દહેજ જીઆઇડીસી તથા સયખા જીઆઇડીસી ની ચિંતા વ્યક્ત કરી પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સચિવ સમક્ષ લેખિત પત્ર પાઠવી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના કોંગ્રેસી આગેવાન અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ લખેલ પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ જીઆઇડીસી વિસ્તારમાં દિન પ્રતિદિન વાયુ પ્રદુષણ વધતું જાય છે જેના કારણે સ્થાનિક લોકો ખેડૂતો અને પર્યાવરણ પર ગંભીર અસરો અનુભવાય છે આ વિસ્તારમાં હવા અને પાણી બંને પ્રદુષિત થઈ રહ્યા છે, પ્રદૂષણના કારણે જાહેર જનતાના આરોગ્ય પર ભારે અસરો પહોંચે છે, જેને અટકાવવું અત્યંત જરૂરી છે દહેજ વિસ્તારમાં ઘણા ઉદ્યોગો પર્યાવરણની માન્યતાઓનું પાલન પણ કરતા નથી , આ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેના પર કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી જેના કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય અને ખેતી પર ભારે અસરો ઉપજે છે આથી આ વિસ્તારમાં હવા પાણીનું પ્રદૂષણ અત્યંત વધવા પામ્યું છે, આ વિસ્તારમાં વાતાવરણ માં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વૃક્ષો વાવવા જોઈએ પરંતુ આ વિસ્તારને ગ્રીન ઝોન માત્ર કાગળ પર જ દેખાડવામાં આવ્યો છે અત્રે ઔદ્યોગિક એકમો દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું નથી , જેના કારણે આ વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચક આંક (AQI) 60 સુધી પહોંચી ગયો છે જે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોય તેવો આક્ષેપ કર્યો છે, આથી આ વિસ્તારમાં દહેજ અને સયખા જીઆઇડીસી વિસ્તારમાં પર્યાવરણ પર નિયંત્રણ અને મોનિટરિંગ કરવામાં આવે તેમજ ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા વિભાગ દ્વારા મોનિટરિંગ કરી તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે તેવી પ્રદેશ મહામંત્રી દ્વારા તાકીદ કરવામાં આવી છે.