અંકલેશ્વરના શૈંગપુર ખાતેથી દીપડો પાંજરે પુરાયો
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા લાંબા સમયથી દીપડાનો આતંક વધ્યો હતો, દીપડાના ભય થી ગ્રામજનોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી, વન વિભાગ દ્વારા આજે વહેલી સવારે દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા લાંબા સમય છે દીપડાની બોલબાલા વધી હતી થોડા થોડા દિવસના આંતરે દિન પ્રતિદિન દીપડાનો આતંક વધવા પામ્યો હતો. દીપડાના આતંકને કારણે ગ્રામ્ય વિસ્તારમાં બાળકો વૃદ્ધો અત્યંત ભયજનક પરિસ્થિતિમાં મુકાયા હતા, થોડા દિવસના અંતરે ઉછાલી, નવાગામ, કરાવેલ, અવાદર, પીપરોડ, પારડી, શૈંગપુર, જેવા ગામમાં દીપડો દેખા દેવાની ઘટના બની રહી હતી વન વિભાગના અધિકારીઓ દીપડાને પાંજરે પુરવા કામગીરી હાથ ધરેલ હતી. આજે સેંગપુર ગામે છે દીપડો દેખાતા વહેલી સવારે વન વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવતા દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો આગળ વધુ કાર્યવાહી વન વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.