ડેડીયાપાડામાં પીડબ્લ્યુડી ના પાપે આદર્શ નિવાસી શાળાનું બિલ્ડીંગ થયું ધરાશાય
ભરૂચ જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળા હોસ્ટેલનું મકાન ધરાશાહી થયું હતું પી ડબ્લ્યુ ડી ના પાપે આજે આદર્શ નિવાસી શાળા માં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. આ સમગ્ર જાણકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી સંદીપ માંગરોળા સહિતના કોંગ્રેસી આગેવાનોએ કરી હતી.
આદર્શ નિવાસી શાળા ડેડીયાપાડામાં હોસ્ટેલના મકાન ધરાસાઈ થતાં સરકાર તથા પીડબ્લ્યુડી વિભાગની બેદરકારી નો એક નમૂનો સામે આવ્યો છે જો આ પ્રભાવશાળી હોસ્ટેલ મકાનની કાળજી રાખવામાં આવી હોત તો આજે આ સ્થિતિ નિર્માણ પામી ના હોત છેલ્લા દોઢ વર્ષથી જર્જરીત હાલતમાં આ મકાન હતું જેને તોડવાનું કામકાજ આજ દિન સુધી પીડબ્લ્યુડી વિભાગ દ્વારા કરવામાં આવ્યું ના હોય આથી આજે અચાનક જ મકાન ધરાસાઈ થયું હતું, સદ્દશીબેન મકાન ધરાસાયું થયું તે સમયે વિદ્યાર્થીઓ જમવા ગયા હતા અને ત્યાં હાજર નહોતા તેથી કોઈ પણ પ્રકારની થયેલ નથી ઘણી વખત વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રમતા હોય છે શા માટે આ મકાનને પી ડબ્લ્યુ ડી વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું નથી તે સહિતની બાબતો એક તપાસનો વિષય બની છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાયે જણાવ્યું છે કે આદર્શ નિવાસી શાળાની અન્ય મકાન પણ જર્જરીત હોય જે મકાનો તોડી પાડવાની તાત્કાલિક અસરથી જરૂરિયાત છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને.
આ કામગીરી દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી સંદીપ માંગરોળા પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વનરાજ વસાવા એપીએમસી ચેરમેન છતરભાઈ વસાવા ડેડીયાપાડા ના પૂર્વ સરપંચ રાકેશભાઈ વસાવા પ્રકાશભાઈ વસાવા સહિતના આગેવાનોએ ઘટના સ્થળે દોડી જઈ આદર્શ નિવાસી શાળાના આચાર્ય શંકરભાઈ પાસેથી તમામ વિગતોનો તાગ મેળવ્યો હતો.