વ્યસન મુક્ત ભારત ના સંકલ્પ સાથે અમૃતસરથી કન્યાકુમારી સુધી જતો યુવાન ભરૂચ આવી પહોંચ્યો : ભરૂચના સાયકલીસ્ટ દ્વારા કરાયું સ્વાગત
અમૃતસરથી કન્યાકુમારી સુધી 21 વર્ષના યુવાન લવપ્રીત સિંઘ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયત્ન માટે પગપાળા યાત્રા કરી રહ્યા છે, તે દરમિયાન તેઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ભરૂચના સાઈકલીસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે તેમનું સ્વાગત કર્યું હતું.
વ્યસન મુક્ત ભારત અને પર્યાવરણને બચાવવાના હેતુ સાથે પંજાબના 21 વર્ષના યુવકે લવપ્રીત સિંઘ દ્વારા પંજાબના અમૃતસરથી કન્યાકુમારી સુધી પગપાળા યાત્રા કરી ઠેર ઠેર લોકોને વ્યસન મુક્તિનો સંદેશ પાઠવતા કુલ 42 હજાર કિલોમીટર જેટલું ચાલીને વ્યસન મુક્ત ભારત બનાવવા સંકલ્પ કર્યો છે જે દરમિયાન તેઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા, આ તકે ભરૂચ જિલ્લાના સાયકલીસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ સાથે તેમની ઔપચારિક મુલાકાત થઈ હતી આ મુલાકાત દરમિયાન લવપ્રીત સિંઘે જણાવ્યું હતું કે લોકોને વ્યસન મુક્ત કરવા માટે તથા વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા અને પર્યાવરણ બચાવવા માટે વડ, પીપળો, લીમડો ,નીલગીરી જેવા વૃક્ષો નું આસપાસમાં વાવેતર કરી ઓક્સિજન પૂરું પાડતા વૃક્ષો વાવી પર્યાવરણને જાળવણી કરવી જોઈએ. આજે પંજાબનો યુવાન ભરૂચ આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલીસ્ટ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરી તેમની સાથે પર્યાવરણ બચાવવા માટેની વિવિધ ચર્ચા કરી હતી.
લવપ્રીત સિંઘે વધુમાં જણાવ્યું હતું કે હું અમૃતસરથી કન્યાકુમારી ઉપરાંત લેહ , લદાખ, ખારદુગલા તથા લુબ્રાવેલીગલ્લા પાસ જેવા વિશ્વના સૌથી ઊંચા મેટરેબલ જેવા સૌથી કઠિન વિસ્તારમાં પણ પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યો છું.