અંકલેશ્વર ને. હા. નં. 48 પાસેથી ખેતરમાં જુગાર રમતા ત્રણને ઝડપી પાડતી જીઆઇડીસી પોલીસ
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીના આધારે ખેતરમાં પતરાના શેડ નીચે કેટલાક શખ્સો જુગાર રમતા હોય તેને ઝડપી લઇ પોલીસે રૂપિયા 6 લાખથી વધુના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિ નો વ્યાપ વધવા પામ્યો છે જેને અટકાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા જુદી જુદી ટીમ બનાવી પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નેશનલ હાઇવે નં. 48 પર અરોમા હોટલ પાછળ સારંગપુર ગામ તરફ જતા માર્ગ પર ગુમાનભાઈ ના ખેતરમાં પતરાના શેડ નીચે ખુલ્લામાં મોબાઇલ ટોર્ચ ના અજવાળે કેટલાક શક્ષો સાથે મળી પત્તા પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જે પ્રવૃત્તિ હાલ ચાલુ છે જે ચોક્કસ માપણી ના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે રેડ પાડતા જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા (1) મુકેશ તેજાજી ભીમાજી વણઝારા ઉંમર વર્ષ 32 રહે. અંકલેશ્વર જીઆઇડીસી જી. ભરૂચ (2)વિપુલકુમાર દલસુખભાઈ હરિભાઈ પટેલ રહે. વકીલ ફળિયુ અંકલેશ્વર જી. ભરૂચ (3) પરેશ નથુભાઈ પટેલ સારંગપુર અંકલેશ્વર જિ. ભરૂચ ને પોલીસે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હોય અંગ ઝડપી તથા રોકડ રકમ સાથે પોલીસે રૂ. 17,140-/ મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 10,000 ટુ-વ્હીલર 3 તથા ઇકો ફોરવીલ નંગ-1 કિંમત રૂપિયા 6, 30,000-/ હજાર મળી કુલ રૂપિયા 6,57,140-/ નો મુદ્દા માલ પોલીસે કબજે લઈ તમામ આરોપીઓની અટકાયત હાથ ધરેલ છે , તેમજ પોલીસને આવતા જોઈ કેટલાક શકશો બનાવ સ્થળ પરથી નાસી છૂટ્યા હોય પોલીસે વોન્ટેડ આરોપી (1) મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા(2) સુરેશ સરદારભાઈ વણઝારા (3) અક્ષય રાજેશ પટેલ (4) રાહુલ ઉર્ફે લાલો વસાવા અને દિલીપ પરમાર સહિતનાઓની શોધખોળ હાથ ધરેલ છે.