અંકલેશ્વરમાં દઢાલ ગામમાં અંતિમ યાત્રા જીવના જોખમે કાઢવા ગ્રામજનો મજબૂર
ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર વિસ્તારમાં આવેલા દઢાલ ગામમાં અંતિમયાત્રા પણ જીવના જોખમે કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા હોય તેવો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોતા જ કોઈપણ વ્યક્તિના રુવાડા ઉભા થઈ જાય તેવા ભયજનક દ્રશ્યો આજે સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. વાત એમ છે કે આ ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો જીવનની છેલ્લી યાત્રા પણ જીવના જોખમે નદીમાંથી ગ્રામજનોને પસાર થવું પડે છે લોક મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે સરકાર દ્વારા સૌનો સાથ સહુનો વિકાસ એવી વાતો કરવામાં આવે છે પરંતુ આ ગામમાં આજ દિન સુધી માર્ગની પણ સુવિધા જોવા મળતી નથી આ વિસ્તારના લોકો ના છૂટકે નદીના ધસમસ્તા પાણીના પ્રવાહમાંથી નીકળે છે અંતિમયાત્રા પણ નદી પાણીના ધસ્મસતા પ્રવાસ માંથી પસાર થઈ હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દઢાલ ગામની સ્થિતિ માં કોઈ સુધાર આવતો નથી ગ્રામજનો જમખી રહ્યા છે કે અહીં નદી પરથી એક બ્રિજ બનાવવામાં આવે સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ છેવાડાના ગામ સુધી કોઈપણ પ્રકારની સુવિધા મળી હોય તેવું આ વાયરલ વિડીયો જોતા લાગતું નથી.