અંકલેશ્વર ના કોસમડી ગામે પશુઓના ત્રાસના કારણે કપાસ અને શેરડીના પાકને નુકસાની થયાનો આક્ષેપ કરતા ખેડૂતો
અંકલેશ્વર ના કોસમડી ગામ ખાતે પશુઓના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેચવાનો વારો આવ્યો છે. તેમ આ વિસ્તારના ખેડૂતોએ પોતાની આપવી હતી અંકલેશ્વર પોલીસ મથક ખાતે આવી વર્ણવી હતી.
અંકલેશ્વર ના કોસમડી ગામમાં ખેતીને પશુઓના કારણે ભારે નુકસાન થયાનું ખુલાસો આજે ખેડૂતો દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે આવી કર્યો હતો, કોસંડી ગામના ખેડૂતોએ આજે જીઆઇડીસી પોલીસ મથક ખાતે પશુપાલક સામે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરવા કહ્યું હતું. ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે પશુઓના કારણે કપાસ અને શેરડીના પાકને ભારે નુકસાન થયું છે અવારનવાર ખેતરના વાળા તોડી પશુઓ ઘૂસી જતા લેવામાં આવેલ પાકને અવારનવાર પશુઓએ નુકસાન કર્યાનો ખુલાસો પણ ખેડૂતોએ પોલીસ મથકમાં કર્યો હતો જ્યારે ખેડૂતો દ્વારા પશુપાલકના માલિકોને રજૂઆત કરવા જતા ખેડૂતોને પશુપાલકના માલિકોએ માર મારિયાનો આક્ષેપ પણ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે જીવદયા પ્રેમીઓ દ્વારા પશુઓ વિશે અનેક બાબતો કહેવામાં આવતી હોય છે, પરંતુ અહીં ખેડૂતોને પોતાનું લોહી પાણી એક કરી વાવેતર કરવામાં આવ્યું હોય છે, તેમાં પશુઓના ઘૂસી જવાથી નુકસાની થઈ હોય તો તેવામાં ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક નું શું? તેવા પ્રશ્નો કોસમડી વિસ્તારના ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યા છે. ઉપરાંત પશુ માલિકો દ્વારા જાહેર માર્ગો પર પશુઓને છોડી મૂકવામાં આવતા હોય છે તેનાથી પણ અનેક વખત રાહદારીઓને વેચવાનો વારો આવ્યો છે તેવી તરેતરે ની વાતો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે લોકમુકે ચર્ચાઈ રહી છે.