ભરૂચમાં ગેરકાનૂની ઝડપાયેલ રૂ. 3.25 કરોડ ના દારૂના જથ્થાનો નાશ કરાયો
ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂની ડ્રાઇવ ચલાવવામાં આવેલ હોય જે દરમિયાન મળેલ વિદેશી દારૂના જથ્થાને ચાવજ ગામ ખાતે videocon કંપની દ્વારા અંદાજિત 3.25 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે.
ભરૂચ જિલ્લાના ચાવજ ખાતે જુદાજુદા 9 પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષમાં ગેરકાનૂની દારૂની પ્રવૃત્તિ ને અટકાવવા માટે પોલીસ દ્વારા જુદા જુદા બુટલેગરોને તેમજ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવતો હોય છે, જે દરમિયાન એકઠો થયેલો દારૂ ભરૂચ જિલ્લાના જુદા જુદા 9 પોલીસ સ્ટેશન તેમજ રેલવે પોલીસ દ્વારા જે દારૂના કેસો કરવામાં આવ્યા છે જે અંતર્ગત પોલીસ જપ્તીમાં લીધેલ દારૂનો જથ્થો પોલીસ સ્ટેશન ખાતે પડ્યો હોય તેનો નાશ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં જુદા જુદા દારૂના કેશો કરવામાં આવ્યા છે, કુલ 384 કેસોમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો જુદા જુદા પોલીસ મથકોમાં રાખવામાં આવ્યો હતો , જેમાં અંદાજિત 2.75 લાખ જેટલી વિદેશી દારૂની બોટલો અહીં લાવવામાં આવેલ છે, જેનો નાશ કરવા માટે હાઇકોર્ટ માં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિદેશી દારૂના જથ્થાના નાશ માટે પરવાનગી આપવામાં આવતા આજે. ચાવજ ગામમાં વિડિયોકોન કંપની ના અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ રેલવે પોલીસના નાયબ અધિક્ષક તેમજ પ્રાંત અધિકારી ની ઉપસ્થિતિમાં આજે રૂ.3.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો છે.