Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નર્મદા મૈયા બ્રિજ પર જાહેરનામાના ભંગ શબાબ એકની અટકાયત કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

Share

નર્મદા મૈયા બ્રિજ પર જાહેરનામાના ભંગ :એકની અટકાયત કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ભરૂચ જિલ્લામાં કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, કે નર્મદા મૈયા બ્રિજ પરથી ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી કોઈપણ પ્રકારના ભારે વાહનોએ પસાર થવું નહીં તેમ છતાં ગઈકાલે એક ટેમ્પો ચાલક નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં ડિસટીક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તા. 1 /8 /2024 થી તારીખ 4/ 11/ 2024 સુધી ત્રણ મહિના માટે નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનો ટ્રક ટેમ્પો ટ્રેક્ટર ની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આથી આ પ્રતિબંધના પગલે ગઈકાલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે એક ટેમ્પો ચાલક દ્વારા સફેદ કલરની તથા વાદળી કલરનો આઇસર ટેમ્પો બ્રિજ પરથી પસાર થયો હોય નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી આથી ટેમ્પો ચાલક રામવીર સિંહ રામરાજી સિંહ તેમનો ટેમ્પો નંબર જીજે -04- aw-6256 બ્રિજ પરથી પસાર થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેને અટકાયત કરી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચ ના ફાટાતળાવ થી ગાંધીબજાર ચોક તરફ જવાના માર્ગ ઉપર પાણી વચ્ચે ખાડા માં આઇસર ટેમ્પો ફસાયો હતો.જેના કારણે રસ્તા પર અવર જવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી હતી…

ProudOfGujarat

વલસાડ અતુલ મુખ્યમાર્ગ ઉપર વશિયર નજીક એક અલ્ટોકાર ચાલકે અચાનક વણાંક લઈ લેતા પાછળ આવતા એક બાઇક ચાલક અલ્ટો કારમાં અથડાયા બાદ હવામા ફંગોળાઈને સામેના ટ્રેક ઉપર આવતી સ્વીફ્ટ ડિઝાયર સાથે અથડાતા ગંભીર ઈજાઓને પગલે તેનું મોત થયુ હતું ઘટના બનતા રૂરલ પોલીસ સ્થળ ઉપર પોહચી હતી

ProudOfGujarat

સુરત : પીસીઆર વાનમાં ત્રાહિત વ્યક્તિએ ફિલ્મી સોંગ પર ડ્રાઇવિંગ કરી બનાવ્યો વિડીયો, જાણો પછી થયું શું..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!