Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં રોટરી ક્લબ ઓફ હેરિટેજની સ્થાપના કરાય : ડો. ઈરફાન પટેલ બન્યા પ્રથમ પ્રમુખ

Share

ભરૂચમાં રોટરી ક્લબ ઓફ હેરિટેજની સ્થાપના કરાય : ડો. ઈરફાન પટેલ બન્યા પ્રથમ પ્રમુખ

ભરૂચ ભારત દેશનું વારાણસી પછીનું બીજું પૌરાણિક શહેર છે જેનું મહત્વ 8000 વર્ષથી પણ જૂનો છે તેમ ઇતિહાસકારો કહે છે. વૈશ્વિક કક્ષાએ ઇતિહાસમાં વ્યાપાર માટે ભરૂચ એ પૌરાણિક કાળમાં પ્રથમ નગર ગણાતું હતું ભરૂચમાં તપસ્યા કરનારા અનેક ઋષિમુનિઓના આશ્રમો પણ જોવા મળે છે જેનું ઐતિહાસિક મહત્વ છે તેવા ભરૂચમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના થઈ ભરૂચમાં કુલ ચાર રોટરી ક્લબ કાર્યરત કરવામાં આવ્યા છે , જેનો શપથ ગ્રહણ સમારોહ ગઈકાલે હોટલ રંગ ઇન ખાતે યોજાયો હતો , સમાજ સેવાના વેગને વધુ પ્રચલિત કરવા માટે ભરૂચ રોટરી ક્લબ ઓફ હેરિટેજમાં ડો. ઇરફાન પટેલે પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા હતા.

Advertisement

રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના થતા ભરૂચમાં કુલ ચાર રોટરી ક્લબ કાર્યરત થશે પૌરાણિક એવું ગણાતું ભરૂચ શહેર આજે તેમના સ્થપાયેલી દેશ-વિદેશની મહાકાય કંપનીઓ અને જીઆઇડીસી માટે પણ પ્રચલિત બન્યું છે ત્યારે રોટરી ક્લબ ઓફ હેરિટેજના માધ્યમથી સમાજ સેવાના અનેક કાર્યો આગળ વધવા રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ પ્રતિબંધ છે આ તકે હોટેલ રંગ ઇન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રોટરી ક્લબના સિનિયર સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા એક ક્લબના પૂર્વ પ્રમુખ તલકીનભાઈ જમીનદાર દ્વારા એડવાઈઝરી તરીકે સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભરૂચ શહેરના હેરિટેજ વિસ્તારોને સવિશેષ ધ્યાન આપી આ ક્લબની સ્થાપના કરવામાં આવેલ છે સવિશેષ ધ્યાન આપીને ડોક્ટર ઇરફાન પટેલ ભરૂચના રોટરી ક્લબના પ્રેસિડેન્ટ તરીકે જાહેર થયા હોય તેઓએ જણાવ્યું હતું કે બાલ્યવસ્થાથી આજ સુધી મને સમાજ સેવા કરવાનો મોકો મળે તો ઉત્સાહ અને ખંતપૂર્વક કરીશ આજે પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા છે આગામી દિવસોમાં ભરૂચના હેરિટેજ વિસ્તારો માટે પણ કાર્ય કરીશું આ કાર્યક્રમમાં રોટેરિયન ઐયુબભાઈ પટેલ પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર મિનહાજ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સુહેલ વાજા સમીર પટેલ સેક્રેટરી ડોક્ટર પૂજા કાપ્યાવાલા જોઈન્ટ સેક્રેટરી નજીર પટેલ ખજાનચી ડોક્ટર ઈકરામ મિર્ઝા સહુની રોટરી ક્લબમાં નિમણૂક કરવામાં આવી હતી કુલ 22 સભ્યોએ આ કાર્યક્રમમાં રોટેરીયન દવેના હસ્તે શપથ ગ્રહણ કર્યા હતા સૌ રોટેલિયાને જણાવ્યું હતું કે ભરૂચની રોટરી ક્લબ ઓફ હેરિટેજમાં ભરૂચના પૌરાણિક વિસ્તારો પર સવિશેષ ધ્યાન આપવામાં આવશે તેમજ પર્યાવરણ અને અન્નદાન માટે પણ વધુમાં વધુ મહેનતથી કામ કરવામાં આવશે આ કાર્યક્રમના અંતે સેક્રેટરી સમીર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

અંકલેશ્વર શહેરની ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

15 મી ઓગષ્ટનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!