ભરૂચના આમોદ અને જંબુસરમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સંદીપ માંગરોલા એ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ સરકાર સમક્ષ તેમના માટે રાહતની માંગ કરી છે.
ગુજરાતમાં તારીખ 26 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે અનેક જિલ્લા અને શહેરોમાં પાણીનો ગરકાવ થયો હતો, ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ધાધર નદીમાં આવેલા પુર થી અનેક ગામો પ્રભાવિત થયા હતા. પૂરના કારણે ગ્રામજનોનું ઘરવખરીનો સામાન અને ખેતીને ભારે નુકસાન થયાનું આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત છે કે સત્તાધારી પક્ષ દ્વારા નુકસાનીમા માત્ર અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નેતા, મંત્રીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની ઉપરછલ્લી મુલાકાત લેવામાં આવે છે, ખરા અર્થમાં ખેડૂતો અને પૂરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોને મળવાપાત્ર સહાયનો ચૂકવણું પણ થતું હોતું નથી તેવામાં કોંગ્રેસના કાર્યકર સંદીપ માંગરોરા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ઘેર ઘેર જઈ પાણીના નિકાલ સહિતની બાબતોનો તાગ મેળવ્યો હતો. તેમજ ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા પણ સરકાર સમક્ષ માંગ કરી છે.
ઉપરાંત વધુમાં તેઓએ જણાવ્યું છે કે ખાનપુર ગામમાં મીઠાના અગરો દ્વારા ગેરકાયદેસર દબાણ અને પાણી ભરાવાની સમસ્યાની ફરિયાદ ઉઠવા પામે છે, જે અંગે ખાનપુર ગામની મુલાકાત દરમિયાન ગેરકાયદેસર દબાણ દૂર કરવા તેમજ ગેરકાયદેસર દબાણને કારણે થયેલી સમસ્યાઓની ચર્ચા વિચારણા કરી હતી આ ગામમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરી પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવા પણ માંગ કરેલ છે.
આ વિસ્તારમાં લીઝ પૂર્ણ થયા પછી પણ સુપર સોલ્ટ જેવી કંપનીઓ દ્વારા મીઠાના અગરો ખાલી કરવામાં આવતા નથી જેનાથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે છે આથી આ તમામ વિસ્તારની મુલાકાત દરમિયાન તંત્ર તાત્કાલિક અસરથી તમામ બાબતોની તપાસ કરવા તેમજ અસરગ્રસ્તોને પૂરતું વળતર આપવા સરકાર સમક્ષ માંગ કરી છે તેમજ કોંગ્રેસે આ મુદ્દા ઉપર ખડે પગે રહી અસરગ્રસ્તોને ન્યાય અપાવવા જરૂરી કામગીરી કરવા પણ અસરગ્રસ્તોને ખાતરી આપેલ છે.