ભરૂચમાં પર્યુષણ પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરતા શ્રાવક શ્રાવીકો
ભરૂચ જિલ્લામાં જૈન ધર્મના જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વની શરૂઆત થઈ છે ત્યારે જૈન સમાજ દ્વારા બહોળા પ્રમાણમાં દેરાસરોમાં જઈ ભગવાનની આંગી દર્શન પૂજા પાઠ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે જૈનોનું મહાપર્વ પર્યુષણ પર્વ કહેવાય છે જે નિમિત્તે આજથી ભરૂચ જિલ્લાના દેરાસરોમાં જૈન સંપ્રદાયના લોકો દ્વારા પરંપરિક રીતે પોશાકમાં સજ થઈ આંગી સહિતના દર્શન કરવામાં આવ્યા હતા, એનો ના 24 તીર્થંકરોનું શાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યુ છે આજથી જૈન દેરાસર ખાતે પર્યુષણ પર્વ નિમિત્તે સર્વે જૈન સંપ્રદાયના લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક વ્યાખ્યાન માળા, પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે, બહોળા પ્રમાણમાં ભરૂચના જૈન શ્રાવક શ્રાવકો દેરાસરે જઈ પૂજન અર્ચનનો લાભ લીધો હતો.