મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ
ભરૂચ – શુક્રવાર – જંબુસર અને આમોદ તાલુકાના ગામો પાસેથી ઢાઢર નદીની પસાર થાય છે. ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો જોવા મળે છે. આથી પૂરની પરિસ્થિતિ બાદ પાણી ઓસરતા મગરો રહેણાંક વિસ્તારો,ખેતરોમાં જોવા મળી શકે આથી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અગમચેતીના ભાગરૂપે વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે. જયારે આ નદીના અનેક ભયજનક વિસ્તારોમાં પિંજરા મુકવામાં આવ્યા છે. મગરને રેસ્કયુ કરવા અને લોકોને મદદરૂપ થવા વન વિભાગની ત્રણ જેટલી ટીમ ખડે પગે મદદરૂપ થઈ રહી છે.
Advertisement