માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશાઓની નોન કમ્યુનિકેબલ રોગો અંગેની તાલીમ યોજાઈ
ભારતમાં નોન કમ્યુનિકેબલ રોગો જેવા કે પ્રેશરની બીમારી ડાયાબિટીસ અને કેન્સર વગેરેનું પ્રમાણ વધી રહ્યું છે. આ રોગો વહેલી તકે નિદાન થાય એ માટે કુલ ૩૨ આશાઓની પાંચ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જો આ રોગોની સારવાર સમયસર ચાલુ કરી દેવામાં આવે તો તેનો કંટ્રોલ સારી રીતે થઈ શકે છે , અને રોગોને કારણે થતાં કોમ્પ્લિકેશન થી બચી શકાય છે તેમજ કેન્સર જેવા રોગમાં વહેલું નિદાન થાય તો તેની પણ સંપૂર્ણ સારવાર શક્ય બને છે. પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.
Advertisement
આ તાલીમ ડો. જગદીશ દુબે દ્વારા આપવામાં આવી હતી અને સમગ્ર તાલીમનું આયોજન ડો.સમીર ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલ હતું.