ભરૂચમાં મેઘરાજાના મેળામાંથી ચોરગઠીયો iphone ઉંચકી ગયો
ભરૂચમાં મોબાઈલ ચોરીની ફરિયાદ અવારનવાર નોંધાતી રહે છે, તાજેતરમાં મેઘરાજાના મેળામાં ગયેલ એક મહિલાનો iphone પર્સમાંથી કોઈ ચોર ગઠીયાએ નજર ચૂકવી ચોરી ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હિરલબેન સિદ્ધાર્થભાઈ ગુપ્તા તેઓ જાડેશ્વર ગામમાં રાજલક્ષ્મી બંગલોઝમાં રહે છે , તેઓએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે હું ભરૂચ તાલુકા પંચાયતમાં એનઆરએલએમ વિભાગમાં ફરજ બજાવું છું. તાજેતરમાં મે ભરૂચમાંથી અંદાજિત રૂપિયા 70 હજારની કિંમતનો iphone મોબાઈલ ખરીદેલો હતો જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી હતી , થોડા દિવસ પહેલા તારીખ 25/8/2024 ના રોજ હું તથા મારી દેરાણી પ્રીતિબેન શાહ તથા મારા અંગત મિત્રો સાથે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પાંચબત્તી ખાતે ભરાતો મેઘરાજાના મેળામાં ફરવા માટે ગયા હતા તે સમયે મેળામાં વધારે ભીડ હોવાથી મેં મારો iphone પર્સમાં મૂક્યો હોય મેળામાં વિવિધ રાઈડસ તેમજ અલગ અલગ દુકાન ઉપર જઈ અમે પરત ઘેર જવા માટે ફર્યા હોય તે સમયે પર્સમાં ચેક કરતા iphone જોડાયેલ નહીં જેથી તાત્કાલિક અસરથી મેઘરાજાના મેળામાં અમે જે દુકાનમાંથી ખરીદી કરેલ હતી તે તપાસ કરી પરંતુ મોબાઈલ iphone મળી આવ્યો ન હોય જેમાં jio કંપનીનું સીમકાર્ડ હોય આથી મારો iphone કોઈ ચોર ગઠીયા નજર ચૂકવી પર્સમાંથી ચોરી ગયેલ હોય એ મતલબની ફરિયાદ આજરોજ એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાવેલ છે.