Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાનવીત કરવા હાથકુંડી ફળીયા ખાતે પીએમ જનમન કેમ્પનું આયોજન કરાયું

Share

*નેત્રંગ તાલુકાના આદિમ જુથ પરિવારોને કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શિત કરી વિવિધ લાભોથી લાભાનવીત કરવા હાથકુંડી ફળીયા ખાતે પીએમ જનમન કેમ્પનું આયોજન કરાયું*

*પીએમ જનમન અભિયાન અંતર્ગત આદિમજૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અપાય*

Advertisement

ભરૂચ – બુધવાર – દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે બીજા તબક્કાના “પીએમ જનમન અભિયાન”નો પ્રારંભ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્રમાં કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આગામી ૧૦મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાનવીત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવી સમગ્ર દેશનો વિકાસ સાધવાનો ધ્યેય ભારત સરકારનો છે.

આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં સમગ્ર તંત્ર દ્વારા મિશન મોડ ઉપર સર્વે અને લોક જાગૃતી અભિયાન અને લાભ વિતરણ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા આદિમજુથના પરિવારોને વિવિધ યોજનામાં સમાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો છે.

નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લામાં આદિમજુથ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના (૧૦૦ %) લાભ મળી રહે એ હેતુસર પીએમ જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે.

પીએમ જનમaન અંતર્ગત PVTGનાં લાભગર્થીઓને જાતિનું પ્રમાણપત્ર આધારકાર્ડ, લીડ બેન્ક અંતર્ગત પ્રધાનમંત્રી જનધન બેન્ક એકાઉન્ટ, આવકના દાખલો, રેશનકાર્ડ તથા ઉજલા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ માટે બાકી રહેલ લાભાર્થીને લાભ આપવા માટે તેમજ સિકલસેલ એનિમિયા, ટીબી નિર્મૂલનનો મેડીકલ કેમ્પ આજરોજ મોઝા ગામના હાથકુંડી ફળીયા ખાતે પીએમ જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

નોંધનીય છે કે, આ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાનવીત કરી વિકાસની ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે, ત્યારે પીએમ જન મન’ મહાઅભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્યધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેયમંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમરકસી છે.


Share

Related posts

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ વિભાગનું કરાયું ઈ–લોકાર્પણ.

ProudOfGujarat

ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો

ProudOfGujarat

વડોદરા : વાધોડિયાના વેજલપુર પાસે દેવ નદીમાં યુવાનની લાશ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!