ડુંગરી ગામેથી ચોરાયેલ બુલેટ મોટરસાયકલ ને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વાલીયા પોલીસ
ભરૂચ જિલ્લામાં અવારનવાર મિલકત સંબંધી ગુનાઓ નોંધાતા રહે છે, તાજેતરમાં ડુંગરી ગામે થી એક રોયલ ઈનફિલ્ડ બુલેટ ચોરી થયેલ હોય જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવેલ હોય જે ફરિયાદ તથા હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા વાલીયા પોલીસે ગુનો ડિટેક્ટ કરી ચોરાવ મોટરસાયકલ આરોપીને હસ્તગત કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં વાહન ચોરી તેમજ મિલકત સંબંધી ગુનાઓની ચોરી વધી રહી છે તેવામાં વાલીયા પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સી અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને વાલીયા પોલીસને બાતમી મળેલ કે બુલેટ ની નંબર પ્લેટ કાઢી એક શખ્સ દ્વારા હાંસોટ ખાતે બુલેટ રાખવામાં આવ્યું હોય તે ચોક્કસ બાતમીના આધારે વાલીયા પોલીસે દરોડો પાડતા પોલીસે ગુલાબ હુસેન સિદ્દીક કરીમ વાડીવાલા ઉંમર વર્ષ 25 રહે. હાંસોટ જીલ્લો ભરૂચને રોયલ ઈનફિલ્ડ કંપનીની ક્લાસિક 350 બુલેટ મોટરસાયકલ ગાડી નંબર GJ -16-CD-3494 સાથે ઝડપી લઇ આરોપીની સઘન પૂછપરછ કરતા યુક્તિ પ્રયુક્તિપૂર્વક રોયલ એનફિલ્ડ ચોરી કર્યાની કબુલાત વાલીયા પોલીસ સમક્ષ આપી હતી, આગામી દિવસોમાં આરોપી દ્વારા અન્ય કેટલી જગ્યાઓ પર બાઈક ચોરી કે અન્ય ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, તે સહિતની તપાસ વાલીયા પોલીસ ચલાવી રહેલ છે.