Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

Share

પાલેજ । ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ચાર રવિવારથી બુથ સ્તરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત રવિવારના રોજ ભરૂચના પાલેજ ખાતે બુથ સ્તરનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પાલેજ નગર ખાતે અાવેલા હાઇસ્કૂલ, કુમારશાળા તેમજ કન્યાશાળા ખાતે બુથ લેવલ અધિકારીઓએ સેવા અાપી હતી. યોજાયેલા મતદાર યાદી કાર્યક્રમમાં મતદારોએ ઉત્સાહપૂર્વક રસ દાખવી નવા નામ નોંધણી, નામ કમી તેમજ નામ સુધારા માટે ઉમટી પડી એક જાગૃત મતદાર તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. તો ત્રણેય બુથો પર નિયુક્ત કરાયેલા BLO એ પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી મતદારોને સહકાર અાપી સેવા બજાવી હતી…

Share

Related posts

ભરૂચમાં માસ્ક વગર ફરતા લોકોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

ProudOfGujarat

સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ : હત્યાની ઘટનાથી પરિવાર અને સોસાયટીના લોકો થયા એકઠાં.

ProudOfGujarat

દહેજની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા મજૂરના પગ ઉપર લોખંડની પ્લેટ પડતા પહોંચી ગંભીર ઈજાઓ.

ProudOfGujarat
error: Content is protected !!