વડતાલ મંદિરમાં સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહી રહ્યા છે.
વડતાલધામમાં અતિવૃષ્ટિમા ફુડ પેકેટની સેવા સાથે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિને કારણે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો આ પ્રસંગે માનસ સ્વામીએ વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું. યુવક મંડળ,બાળ-બાળિકા મંડળ દ્વારા વરસતા વરસાદમાં રાસની રમઝટ બોલાવી ઉપસ્થિત હરિભક્તોના દિલ જીતી લીધા હતા. આજ સર્વત્ર અતિવૃષ્ટિ થઈ રહી છે. આપણા મહોત્સવનું ગ્રાઉન્ડ તળાવ જેવું થઈ ગયુ છે પરંતુ આપણે મક્કમતાથી અસર ગ્રસ્તોની સેવામાં રહેવાનુ છે. કોઠારી સ્વામી વિદેશ યાત્રાએ છે. એમનો સંદેશ આવ્યો છે કે , આપણે સહુએ યથાશક્તિ સેવા કરવાની છે. મંદિરો સંસ્થા સેવા કાર્યમાં જોડાયેલ છે. વડતાલ મંદિરમાં હાલ ૨૦૦ સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહી રહ્યા છે. પાંચ હજાર લોકોને જન્માષ્ટમી નો ભોજન પ્રસાદ ઘેર બેઠા પહોંચાડવાનો છે. ધારાસભ્ય પંકજભાઈ અને કલેક્ટરે આ પ્રસાદ પુરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.