જિલ્લા કલેક્ટરે ભારે વરસાદના અનુસંધાનમાં ખેડા જિલ્લા વાસીઓને સુરક્ષિત રહેવા અપીલ કરી
ખેડા જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા જિલ્લા વાસીઓને સુરક્ષિત રહીને સ્વયં અને પરિવારની તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. કલેક્ટરએ જણાવ્યું હતું કે અગત્યના કામો સિવાય બહાર અવર જવર ટાળવી અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રમતગમત કે ફરવા અર્થે જવું નહિ. અમિત પ્રકાશ યાદવે ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાયાની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે જિલ્લા વાસીઓને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.
Advertisement