વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ માંગરોળના આંકડોદ ગામે કહેર વરતાવી ગયું
આંકડોદ ગામના નવી નગરીમાં પતરાનો સેડનાં પતરા ઉડી પડોશીના પતરા પર પડતા તેના પણ પતરા ફૂટ્યા જયારે ભવાની ફળિયામાં પણ મકાનના પતરા ઉડ્યા
સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા બેલગામ બન્યા છે. તેમાંય ઉમરપાડા અને માંગરોળ વિસ્તારમાં સતત વીજળીના કડાકા ભડાકા સાથે મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે રવિવાર ની બપોરે અચાનક પવન સાથે આવેલા વરસાદે વાવઝોડાનું સ્વરૂપ ધારણ કરી માંગરોળનાં આંકડોદ ગામને થોડા સમય બાનમાં લીધું હતું જેમાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાનાં કારણે પતરાના સેડનાં પતરા ઉડ્યા હતા જેમાં અન્ય મકાન પર પતરા પડતા પડોશીઓને પણ નુકશાન થયું હતું જયારે ભવાની ફળિયામાં પણ મકાનના પતરા ઉડતા આદિવાસી પરિવાર છત વગરના થઇ ગયા હતા.
ઘટનાની મળતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના આંકડોદ ગામે રવિવારની બપોરે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદ અચાનક વાવાઝોડામાં ફેરવાઈ જતા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે તીવ્ર પવનના કારણે નવી નગરીમાં રહેતા મોહમદ રિયાઝ ગુલામ કાઝીનાં પતરાનો સેડ તહસનહસ થઇ ગયો હતો અને પતરા ઉડી પડોશીના મકાન પર પડતા અન્ય લોકોના ઘરના પતરા પણ ફૂટ્યા હતા. જયારે ભવાની ફળીયામાં રહેતા મોતિયા ભાઈ વસાવાનાં ઘરના પતરા પણ ઉડી જતા આદિવાસી પરિવારનેં પણ નુકશાન થવા પામ્યું હતું
ત્યારે સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે વાવાઝોડાનાં કારણે જે નુકશાન ગ્રામજનોનેં થયું છે તેનું સર્વે કરી નુકશાનીનું અસરગ્રસ્તોનેં સહાય આપવી જોઈએ