Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ માં બે ફામ બનેલા બુટલેગરો પર પોલીસ ના દરોડા… બે સ્થાન પર થી ૧ લાખ ઉપરાંત નો નશા નો કારોબાર ઝડપાયો… ક્રાઇમ બ્રાંચ ના દરોડા થી બુટલેગરો માં ફફડાટ ..

Share

ભરૂચ ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માંથી ૧ લાખ ઉપરાંત ના વિદેશી દારૂ ના જથ્થા સાથે એક બુટલેગર ની અટકાયત અન્ય એક ફરાર …….
ભરૂચ ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ધોળીકુઈ બજાર અને મારવાડી ટેકરા વિસ્તાર માં બે ફામ બનેલા બુટલેગરો ઉપર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી અંદાજીત ૧ લાખ ૫ હજાર ઉપરાંત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરો ફફડાટ વ્યાપી ગયો હતો………
પ્રાપ્ત માહિતી અનુશાર ભરૂચ ના ધોળીકુઈ બજાર વિસ્તાર મા વિદેશી દારૂનો વેપલો કરતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ખત્રી ના ત્યાં ભરૂચ લોકલ બ્રાંચે ગત રોજ દરોડા પાડી વિદેશી દારૂના વેચાણ કરતા હોવાની બાતમીના આધારે અંદાજીત ૪૧૪ નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી ૫૪ હજાર ૬૦૦ નો મુદ્દામાલ ને કબ્જે કર્યો હતો જો કે બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ખત્રી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો………
તો બીજી તરફ શહેર ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ મા આવેલ મારવાડી ટેકરા વિસ્તાર માં વિદેશી દારૂ નો વેચાણ કરતા હનીફ ઉર્ફે અનુ ઇમરાન કરીમ ખા દિવાન ને ત્યાં રેડ કરી વિદેશી દારૂ ની ૧૦૮ બોટલ નંગ સાથે ૯ પેટી ઝડપી પાડી અંદાજીત ૫૪ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર હનીફ ઉર્ફે અનું ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી…………
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે બુટલેગરો ઉપર દરોડા પાડી ૧ લાખ ઉપરાંત નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતા શહેર માં વિદેશી દારૂ નો વેપલો કરતા નશા ના કારોબારીઓ માં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…તો બીજી તરફ સ્થાનિક દાંડિયા બજાર પોલીસ ચોંકી તેમજ સ્ટેશન પોલીસ ચોંકી અને એ ડિવિઝન પોલીસ મથક હદ માં લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી સ્થાનિક પોલીસ ને નિદ્રા માં સાબિત કરી હોવાની ચર્ચા એ નશા બાજો પર પડેલા દરોડા બાદ થી જોર પકડ્યું હતું….
(હારૂન પટેલ)

Share

Related posts

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ટીબીના દર્દીઓને નિક્ષય પોષણકીટ આપાઈ

ProudOfGujarat

રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદનાં પત્રનાં અખબારી અહેવાલ બાદ પાલીકાની ટીમો કામે લાગી હતી.

ProudOfGujarat

બિટુલ ગેંગનાં આરોપીઓની તપાસ અર્થે દસ દિવસના રિમાન્ડ મંજૂર…

ProudOfGujarat
error: Content is protected !!