ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે વુમન એમપાવરમેન્ટ સેફ્ટી એન્ડ ટ્રાફિક રૂલ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરસિંહ ચાવડાની સૂચના અનુસાર વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ વિશે સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે આજે ટ્રાફિક રુલ્સ અવેરનેસ વિશે વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ સી- ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક કંટ્રોલ કઈ રીતે કરવો જોઈએ અને ટ્રાફિક નિયમનનું કેવી રીતે પાલન કરવું જોઈએ તે સહિતની બાબતો અવેરનેસના ભાગરૂપે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી, ઉપરાંત સી- ટીમ પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ અત્યંત નાની વયે ટુ વ્હીલર ચલાવતા થઈ જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને આજે આ સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિક રુલ્સ જીવનમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે , આથી તે વિષયક વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે માહિતગાર કરાયા હતા , ઉપરાંત તાજેતરમાં બનેલી પશ્ચિમ બંગાળની ઘટનાના પગલે વિદ્યાર્થીનીઓ માટે વુમન એમપાવરમેન્ટ વિષયક માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી , જે અંતર્ગત ગુડ-ટચ બેડ-ટચ સહિતની જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી સમય સંજોગો મુજબ મહિલાઓએ પોતાની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ તે સહિતની બાબતો થી વિદ્યાર્થીનીઓને અવગત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી સંસ્કાર ભારતી વિદ્યાલયના પ્રિન્સિપાલના જ હેઠળ કરવામાં આવી હતી.